રાજપીપળા નગરપાલિકાને સ્વાધ્યાય પરિવાર અને દીદી તરફથી સેનેટાઇઝર મશીન અપાયું…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

એકસાથે 600 લીટરની ક્ષમતા વાળા મશીનથી ગામના સાંકડા રસ્તા પણ સેનેટાઇઝ કરી શકાસે

કોવીડ  19 ની મહામારીથી બચવા સૅનેટાઇઝેશન અને સ્વછતા ખુબજ અગત્યના હોવાનું આયુષ મંત્રાલયે પણ બતાવ્યું છે ત્યારે સોશિઅલ ડિસ્ટન્સ અને વારંવાર સૅનેટાઇઝેશન માનવ જીવન માટે ખુબજ અગત્યનું છે વળી જો માનવ વસવાટની આજુબાજુના સ્થળ પર સૅનેટાઇઝ કરવામાં આવે તો આ મહામારીથી બચી શકાય તેમ છે ત્યારે રાજપીપલા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણ પણે સૅનેટાઇઝ કરવા સ્વાધ્યાય પરિવારના શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપલા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું હતું આ ફોગીંગ મશીન દ્વારા એક સાથે 600 લીટર પાણીમાં સોડિયમ હાઇપો ક્લોરાઇડ નાખી દોઢ કલાક સુધી શહેરની નાનામાં નાની ગલીમાં કે શેરીમાં પહોંચી સૅનેટાઇઝ કરી શકાય છે ઓછા મેન પાવરથી ટ્રેકટરની મદદે સમગ્ર શહેરને સૅનેટાઇઝ કરી શકાય છે ત્યારે આ મશીન રાજપીપલા ખાતે આગામી ચાર દિવસ સુધી રહેશે અને સમગ્ર રાજપીપલા શહેરના દરેક વિસ્તારને સૅનેટાઇઝ કરવામાં આવશે ત્યારે આ વિશેષ ફોગીંગ અસીં હાલ રાજપિપલાવાસીઓ માટે આશીર્વાદ સમું સાબિત થઈ રહ્યું છે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલએ જણાવ્યું હતું કે આ મશીનથી સમગ્ર રાજપીપલા વિસ્તારને સૅનેટાઇઝ કરાશે તથા સ્વાધ્યાય પરિવારના મહેશભાઈ પટેલ તથા સતિષભાઈ પટેલએ હાજર રહી આ મશીન વધુમાં વધુમાં વિસ્તારમાં સૅનેટાઇઝેશન કરવા કામ લાગે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here