રાજપીપળા આદર્શ નિવાસી શાળા પાસે ઉભેલી ટ્રક પાછળ મોટર સાયકલ ભટકતા ચાલકનું મોત…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાથી પોતાના ઘરે નાની રાવલ પરત ફરતાં માર્ગમા જ અકસ્માતે મોત

રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ઉભેલી એક હાઇવા ટ્રક સાથે અકસ્માત થતા ગરુડેશ્વર તાલુકાના નાની રાવલના ઇસમનુ અકસ્માત સ્થળે જ મોત નિપજ્યું હતું. લોકડાઉન હળવું થતાં જ નર્મદા જિલ્લામાં અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગત સાંજે પોતાની મો.સા.નંબર GJ 01 PG 5224 ની બેફામ હંકારી આવતા હતા ત્યારે રાજપીપળા આદર્શ નિવાસી શાળા પાસે ઉભેલી હાઈવા ટ્રક નંબર GJ 10 Z 5073 ને પાછળ ના ભાગે પોતાની મોટર સાયકલ ઘુસાડી દેતા આ અકસ્માત માં તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ તેમનું મોત થતા આ બાબતે તેમના પુત્ર આકાશ તડવીએ રાજપીપળા પો.સ્ટે. માં ફરિયાદ આપતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here