રાજપીપળામાં રમઝાન માસ દરમિયાન કોઇ અણબનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

કસ્બાવાડ, સિંધીવાડ, લાલટાવર વિસ્તાર, નવા ફળીયા અને આરબ ટેકરા વિસ્તારમાં રાજપીપળા ટાઉન પોલીસની લતે લતે પગપાળા પોલીસના કાફલા અને વાહનો સાથે ફ્લેગમાર્ચ નીકળી.

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ ચાલતો હોઈ રાજપીપળામાં મુસ્લિમ વિસ્તારોમાં કોઇ અણબનાવ ન બને તે માટે પોલીસ પ્રજાની સાથે છે. તેવો મેસેજ આપવા માટે કસ્બાવાડ, સિંધીવાડ, લાલટાવર વિસ્તાર, નવા ફળીયા અને આરબ ટેકરા વિસ્તારમાં રાજપીપળા ટાઉન પોલીસની લતે લતે પગપાળા પોલીસના કાફલા અને વાહનો સાથે ફ્લેગમાર્ચ નીકળી હતી જેમાં ડીવાય.એસ.પી રાઠોડ, પીઆઇ રાકેશ વસાવા, પીએસઆઇ સગાડાબેન સહિત પોલીસ કુમક ફ્લેગમાર્ચ માં જોડાયા હતા.આ પ્રસંગે પીઆઇ રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે હાલ રમજાન માસ ચાલુ હોય મુસ્લીમ વિસ્તારોમાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. પોલીસ પ્રજાની સાથે છે એવો એક મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here