રાજપીપળામાં ભગવાન પરશુરામ જયંતિ લોકડાઉન કારણે આજે પહેલીવાર જાહેરમાં ના ઉજવાઈ….!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

રાજપીપળામાં દરેક બ્રાહ્મણોએ પોતાના ઘરોમાં પાંચ દીવા પ્રગટાવી પરશુરામની તસવીરને પુષ્પાંજલિ અર્પી

વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં ભગવાન પરશુરામનું પૂજન માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાયું

દર વખતે નીકળતી નગરમાં ભગવાન પરશુરામની પાલખી શોભાયાત્રા તથા ભોજન સમારંભ તથા જાહેર પૂજન કાર્યક્રમ બંધ રખાયો

પરશુરામ ભગવાન ના દસ મુખ્ય અવતાર મા ના છઠ્ઠા અવતાર હતા તેમણે ભૂમિનો ભાર ઉતારવા માટે ઉદંડ ક્ષત્રિયોનો ૨૧ વખત સંહાર કર્યો હતો

પરશુરામ હવે કોરોના નામક માનવભક્ષી વાયરસનો સંહાર કરે એવી લોકોએ પ્રાર્થના કરી…

રાજપીપળામાં ભગવાન પરશુરામની જન્મ જયંતી આજે લોકડાઉનમાં જાહેરમાં પહેલીવાર ઉજવાય ન હતી પણ 500થી વધુ બ્રાહ્મણોનો એ પોતાના ઘરોમાં પાંચ દીવા પ્રગટાવી પરશુરામની તસવીરને પુષ્પાંજલિ અર્પી હતી.તેમણે જ વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં ભગવાન પરશુરામનો પૂજન માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાયું હતું. કેતનભાઇ પાઠકના જણાવ્યા અનુસાર દર વખત રાજપીપળામાં નીકળતી નગરમાં ભગવાન પરશુરામની પાલખી, શોભાયાત્રા અને ભોજન સમારંભ તથા જાહેર પૂજન કાર્યક્રમ લોક ડાઉનને કારણે બંધ રખાયો હતો અને ઘરોમાં જ પૂજન કરાયું હતું.
આ પ્રસંગે દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ નું અસ્તિત્વ મહારાષ્ટ્રના ચિકલુર ગામમાં આજે પણ જોવા મળે છે. ભગવાન પરશુરામ અશ્વસ્થામાના આજે પણ અજરાઅમર છે. તેમણે બ્રાહ્મણો માટે ઘણી સેવા કરી હતી તેઓ ભગવાનના દસ મુખ્ય અવતાર ઓમાનના છઠ્ઠા અવતાર હતા તેમને ભૂમિનો ભાર ઉતારવા માટે ઉદંડ ક્ષત્રિયોનો ૨૧ વખત સંહાર કર્યો હતો હવે ભગવાન પરશુરામ હવે કોરોના રાક્ષસનો સંહાર કરશે એવી પ્રાર્થના સાથે ઘરોમાં ભગવાન પરશુરામ ની જન્મ જયંતી ભારે શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here