રાજપીપળાના ભાટવાડામા જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લા એલ. સી. બી. પોલીસે જુગાર રમતા જુગારીઓ પાસેથી રૂ. 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

લોકડાઉન અને કોરોના ના કહેર વચ્ચે પણ જિલ્લા મા અસામાજિક પ્રવુતતીઓ પર રોક આવતી નથી ,નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સમગ્ર જીલ્લા મા પોલીસ તંત્ર ને ગુનાખોરી ડામવાની કડક સુચના થી પોલીસ તંત્ર પણ તમામ ક્ષેત્રે સફાળું બનેલ છે.અને ગુનાખોરી ઉપર બાઝ નજર રાખી રહ્યું છે.

નર્મદા જિલ્લા એલ.સી બી. પોલીસના પી એસ આઇ સી. એમ. ગામીતને બાતમી મળેલ હતી કે રાજપીપળા શા ભાટવાડા વિસ્તારમાં બેરોકટોક ગેરકાયદેસર રીતે જુગાર રમાઈ રહ્યો છે, પોતાના સ્ટાફ સાથે ભાટવાડા વિસ્તારમાં મા રેડ કરી 4 જુગારીઓ ને ઝડપી પાડયા હતા.

પોલીસે ઝડપેલા આ આરોપીઓ મા (1) રાજેન્દ્ર મોહનસિંહ બારીયા રહે. ભાટવાડા (2) ફિરોજ ઈસમાઇલ શેખ રહે કસબાવાડ (3) આકાશ અશોક વસાવા રહે. રબારીફળીયા (4) ભાવિક ઉર્ફે ભુરીયો વિનોદ દોષી રહે. ભાટવાડા નાઓને જુગાર રમતા ઝડપી પાડયા હતા તેમના પાસેથી રોકડા રૂપિયા 14750 .મોબાઈલ નંગ 5 કિંમત ૱19500 , મોટરસાઈકલ નંગ 2 કિંમત ૱ 80000 મળી કુલ ૱ 114250 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને તેમના સામે જુગારધારા ની કલમો હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here