રાજપીપળાના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ખડગદા ખાતે 350 ગરીબ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુની કીટનુ વિતરણ કર્યુ

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ખડગદા ગામમાથી કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ

નર્મદા જિલ્લા ના રાજપીપળા વિધાનસભા ના ધારાસભ્ય પી ડી વસાવા એ આજરોજ ગરુડૈશવર તાલુકા ના ખડગદા ગામ ખાતે જરુરીયાત મંદ ગરીબ આદિવાસી ઓને અનાજ શાકભાજી સહિત ની 350 જેટલી જીવન જરૂરિયાતનીચીજ વસ્તુઓ ની કીટ બનાવી તેનુ વિતરણ કર્યુ હતુ.

ખડગદા ગામ ખાતે થી કોરોના પોઝિટિવ નો કેસ મળી આવેલ હતો જેથી ગામ ના ગરીબ આદિવાસીઓની ગામ ને કનટેનટમેનટ ઝોન જાહેર કરેલ જેથી કફોડી હાલત મા મુકાયા હતા કોગ્રેસ કાર્યકરો આ ધારાસભ્ય પી ડી વસાવા ને જાણ કરતા તેઓએ તરતજ ગરીબ આદિવાસીઓની વહારે થવાનું બીડુ ઝડપી સાધનસામગ્રી લઇ લોકોને વહેંચવા ખડગદા ગામ ખાતે પહોંચ્યા હતા મુશ્કેલી ના સમયે ગરીબ આદિવાસી ઓએ તેમના આ ઉમદા કાર્ય ની ભારે પ્રશંસા કરી હતી. ગામમાં કોરેનટાઇલ કરાયેલા લોકો ની પણ પુચછા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here