રાજપીપલા પાસેના વડિયા ગામે 13 વર્ષીય સગીરા સાથે બળાત્કાર…

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કુદરતી હાજતે ગયેલ સગીર બાળાને બળજબરીથી ખેતરની ઝાડીયોમાં ઘસડી બળાત્કાર ગુજારાયો

જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાના કપડાં ફાડી હેવાનિયતની હદ વટાવતો નરાધમ

રાજપીપલા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી

રાજપીપલા ને અડીનેજ આવેલા વડિયા ગામ ખાતે 13 વર્ષીય સગીર બાળા ઉપર એજ ગામના નરાધમે બળજબરી પૂર્વક બળાત્કાર કરતા બાળા ને જાન થી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે.

નરાધમ દ્વારા સગીર બાળા ઉપર આચરવામાં આવેલ બળાત્કાર ની વાવાત કરીયે તો વડિયા ગામ ખાતે રહેતી સગીર વય ની માત્ર 13 જ વર્ષ ની બાળા પોતાને કુદરતી હાજત આવતા તેની સવાર ના સાડા નવેક વાગ્યા ના અરસા માં ગામ ની સિમ ના ખેતર માં એકલી હાજત માટે ગયેલ, ત્યારે વડિયા ગામ ના પંચમ ફળીયા માં રહેતો આરોપી જીગ્નેશ ઊર્ફે જગો જગદીશ વસાવા ના ઓ એ સગીર બાળા નો પીછો કરી તેણી ને અશોક ગોપાલ વસાવા ના ખેતર માં સગીર બાળા ને બળજબરી થી પકડી તેણી ને ખેતર માં જ્યાં ઝીમટl વાડી ઝાડીયો હતી ત્યાં બાળા ને ગસડી ગયેલો, બાળા સાથે બળજબરી કરી પોતાની સાથે શારીરિક સબંધ બાંધવા ની ધમકી આપી હતી, અને જો નહીં બાંધે કોઈને કહેશે તો જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી, બાળા એ વિરોધ કરતા તેણીએ પહેરેલ ટી શર્ટ ફાડી નાખી તેણીની લેંગી ઊતરી બાળા સાથે બળજબરી થી બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર ગુજારી નરાધમ ફરાર થયો હતો. પોતાના પર બળજબરી પૂર્વક શારીરિક સબંધ ગામ ના યુવકે બાંધ્યા નું બાળા એ પરિજનો ને જણાવતા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ને ગણતરી ના કલાકો માં ઝડપી પડ્યો હતો, આ સમગ્ર બનાવની તપાસ રાજપીપલા ટાઉન પી. આઈ. આર. એન. રાઠવા ચલાવિ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here