રાજપીપલા ખાતે સખી દાતાઓના સહયોગથી સેવાભાવી મુસ્લિમ યુવાનો દ્વારા 300 જેટલી અનાજની કિટનું વિતરણ કરાયું…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

હાલ કોરોના મહામારી ના કારણે લોકડાઉન માં ગરીબોની હાલત ફફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગ ને ભોજન તેમજ અનાજ પાણી નું વિતરણ કરાયું છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે મુસ્લિમ સેવાભાવી યુવાનો દ્વારા સખી દાતાઓના સહયોગ થી ગરીબ જરૂરીયાત મંદો ને 300 જેટલી અનાજની કિટો નું વિતરણ કર્યું હતું.

રાજપીપલા ના મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલી કીટ માં ચોખા ,ઘઉં નો લોટ ,તુવેરદાળ ,ખાંડ,તેલ હળદર, મરચું , બેસન, ધાણા પાવડર, ચા , ખજૂર સહિત ની વસ્તુઓ આપવામાં આવી હતી.

આ બાબતે સેવાભાવી યુવાનોએ જણાવ્યું હતું કે લોકડાઉન ના કારણે લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે ગરીબ વર્ગ મુશ્કિલી માં મુકાયો છે તો રમઝાન માસ માં ગરીબ વર્ગ પણ પગભર રહે તેમને રોજા રાખવામાં તકલીફ ન પડે જેથી આવા જરૂરતમંદ લોકોને સેવાભાવી મુસ્લિમ યુવાનો દ્વારા સખી દાતાઓના સહયોગથી 300 જેટલી અનાજની કિટ નું વિતરણ કરાયું છે ઉપરાંત સખી દાતાઓ તેમજ કીટ વિતરણ માં સહયોગ આપનાર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here