રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતેના શેલ્ટર હોમમાં ૧૪૦ જેટલાં શ્રમયોગીઓની નિવાસી અધિક ક્લેક્ટર એચ.કે.વ્યાસે લીધી મુલાકાત…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આસિક પઠાણ

ઉતરપ્રદેશ,રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિત ૧૪૦ જેટલાં પરપ્રાંતિય શ્રમયોગી માટે સેનીટાઇઝર અને માસ્કની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ…

હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસને લગતા કેસો દિન પ્રતિદિન વધતા જોવા મળે છે. આ અંગે નર્મદા જિલ્લામાં પણ આ રોગના સંક્રમણને અટકાવવાં અને તેને નિયંત્રણ રાખવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહેલ છે, ત્યારે કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહયો છે. તેમજ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેની પણ કાળજી રાખવામાં આવી રહી છે. લોકડાઉનના કારણે ઉતરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશન સહિતના ૧૪૦ જેટલાં પર પ્રાંતિય શ્રમયોગીઓને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા આદર્શ નિવાસી શાળા ખાતે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, નર્મદાના નિવાસી અધિક નિવાસી ક્લેક્ટર એચ.કે.વ્યાસે ગઇકાલે ઉક્ત શેલ્ટર હોમાની મુલાકાત લઇને આશ્રય લઇ રહેલા પર પ્રાંતિઓને અત્રે મળતી સુવિધાઓ અંગે પૃચ્છા કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગત પણ આ મુલાકાતમાં સાથે જોડાયા હતા.

નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એચ.કે.વ્યાસે જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસન દ્વારા આદર્શ નિવાસી શાળા ખાતે શેલ્ટર હોમ ઉભું કરવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમમાં અંદાજે ૧૪૦ જેટલાં શ્રમયોગીઓ હાલમાં નિવાસ-આશ્રય લઇ રહ્યાં છે. આ શ્રમયોગીઓમાંથી બે શ્રમયોગીઓ તેમના પરિવાર સાથે રહે છે અને તેમના માટે અલગ વ્યાવસ્થા પણ ઉભી કરાઇ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રમયોગીઓને સવારે ચા-નાસ્તો અને બે ટાઇમના ભોજનની સુવિધા જિલ્લા વહિવટીતંત્ર અને રાજપીપલાની સેવાભાવી સંસ્થા મારફત પુરી પાડવામાં આવે છે અને તમામને સેનીટાઇઝર તથા માસ્ક પણ આપવામાં આવ્યાં છે. અત્યારે આ શ્રમિકો તેમના વતનથી દુર છે ત્યારે આવા સંજોગોમાં એમની મનોસ્થિતિની પણ ચકાસણી કરવામાં આવે છે. તેમના માટે કાઉન્સેલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્ , જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારી પણ આ શેલ્ટર હોમની મુલાકાત લઇ રહ્યાં છે. અહિંની વ્યવસ્થા માટે ખાસ નોડલ અધિકારીશ્રીની પણ નિમણૂંક કરવામાં આવી છે તેમજ કોઇ શ્રમયોગીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી જિલ્લા વહિવટીંત્ર તરફથી રાખતી હોવાનું શ્રી વ્યાસે વધુમાં જણાવ્યું હતું.

આ શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહેલા ઉતરપ્રદેશ રાજ્યના વતની શ્રી ધર્મેન્દ્રકુમારે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ઉતરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૧૪૦ જેટલાં જુદા- જુદા રજ્યનાં શ્રમિકો લોકડાઉનને લીધે અમારા વતન જવા ચાલતા નિકળ્યા હતા, ત્યારે રાજપીપલા આદર્શ નિવાસી શાળા ખાતે અમને લાવવામાં આવ્યા છે અને અમને અહીં ચા-નાસ્તો તથા જમવાની તમામ પ્રકારની સુવિધા પુરી પાડાવમાં આવી રહી છે. અહીં અમને કોઇ પણ પ્રકારની મુશ્કેલી નથી. જ્યારે રાજસ્થાન રાજ્યના જોધપુરના વતની શ્રી દયારામ કુમારે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે તેઓ તેમના વતન તરફ જઇ રહ્યા હતા ત્યારે અમોને સ્થાનિક સરકારી અધિકારીઓ દ્વારા અહીંના શેલ્ટર હોમમાં અમોને લાવીને અહીં આશ્રય અપાયો છે ત્યારથી અમારી તમામ પ્રકારની વ્યવસ્થા સાથે અહીં પુરતી કાળજી રાખવામાં આવી રહી છે તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અને જુદા જુદા અધિકારીશ્રીઓ પણ અમારી મુલાકાતે ખબર અંતર પુછી રહ્યા છે તેમશ્રી દયારામ કુમારે વધુમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here