રાજપીપલાના શહેરીજનોને નિ:શુલ્ક આયુર્વેદ ઉકાળાનું વિતરણ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના સીંંધીવાડ વિસ્તારમાં વિતરણ સ્થળની નાાંદોદ મામલતદાર અને આયુર્વેદિક દવાખાના તબીબ નેહા મહેરાએ મુલાકાત લીધી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આયુષની  કચેરી, ગાંધીનગરની ગાઈડ લાઈન તથા જિલ્લા  કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ  કોરોના વાયરસના સંકમણ જન્ય વ્યાધી સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુસર રાજપીપલાના શહેરી વિસ્તારમાં  મોટા માછીવાડ, કાછીયાવાડ -અંબા માતાજીના મંદિર પાસે, કાછીયાવાડ -ટેકરા ઉપર, કુંભારવાડ, કસ્બાવાડ -ડેરી પાસે, ટેકરા ફાળિયું -આંગણાવાડી પાસે, રાજનગર- હાઉસીંગ બોર્ડ ,દેશમુખ ફળિયું, નવા ફળિયું- માછીવાડ પાસે, નવા ફળિયું- ખાટકીવાડ ચાર રસ્તા,ચુનારવાડ, હિરા ફળિયુ- શર્મા કોમ્પ્લેક્ષાની સામે, ભાટ્વાડા- મુકેશ સ્ટોર પાસે,સોની વાડ,દોલત બજાર, વિશાવગા- રામજી મંદિર પાસે,રબારીવાડ, લાઈબ્રેરી- દરબાર રોડ,જુનાકોટ-ચાર રસ્તા, આરબ ટેકરા-મસ્જિદ પાસે, વડ ફળિયું- ચબુતરા પાસે, સિંધીવાડ- મસ્જિદ પાસે, ચૌર્યાસીની વાડી, લીમડા ચોક, રાજપુત ફળિયું, લાલ ટાવર પાસે,રાજેન્દ્ર નગર સોસાયટી- રાજ રાજેશ્વર મંદિર પાસે,છત્રવિલાસ- હનુમાનજી મંદિર પાસે, ગાંધી પેટ્રોલ પંપ પાસે,પરીખ પેટ્રોલ પંપ પાસે,કાળિયાભૂત મંદિર પાસે,શક્તિ વિજય સોસાયટી,નરસિંહ ટેકરી- એમ.વી રોડ, રામબાગ સોસાયાટી અને  શ્રીજી મેડીકલ સ્ટોરની જગ્યાઓએ તા.૨૭/૦૫/૨૦૨૦ થી તા. ૨૯/૦૫/૨૦૨૦ સુધી સવારનાં ૦૮:૩૦ થી ૧૦:૦૦ કલાક સુધી નિ:શુલ્ક આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહયું છે, ત્યારે આ આયુર્વેદિક ઉકાળો સ્વાસ્થય વર્ધક હોય ને લોકો ઉત્સાહભેર પી રહયા છે.રાજપીપળા શહેરના સીંધીવાડ વિસ્તારમાં આજરોજ નાંદોદ મામલતદાર પરમાર, આયુર્વેદિક દવાખાનાના તબીબ ડો નેહા મહેરા, નાયબ મામલતદાર રાજન વસાવા, પત્રકાર આશિક પઠાણ,મુસ્લિમ આગેવાન ઇસતિયાક પઠાણ, હસન ભાઈ, મુનતજીર શેખ,સાજીદ બલુચી, હૈદરઅલી સૈયદ, અઝહરુદ્દીન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here