રાજપીપલાના નવ યુવાને પોર્ટેબલ સેનેટાઈઝર સ્પ્રે મશીન બનાવ્યુ…

રાજપીપળા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ભારતનાં કહેવાતા ભવિષ્ય એવા નવ યુવાને લોકડાઉનમા કર્યો સમયનો સદઉપયોગ…

નોવેલ કોરોનાને કારણે લોકડાઉન 3 મેં સુધી લંબાવવામા આવ્યુ છે.ત્યારે લોકો ઘરમાં રહી ને સમય પસાર કરે છે ત્યારે રાજપીપળાનાએક યુવાને લોકડાઉનના સમયનો સદ ઉપયોગ કરી એક પોર્ટેબલ સેનેટાઈઝર સ્પ્રે મશીન બનાવ્યુ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાના નવાપરામાં રહેતા મનોજભાઈ પંડ્યા પોતે એસી ફિટિંગ અને મેન્ટેનન્સના સારા એવા જાણકાર છે. હાલ કોરોનાની મહમારીમાં પોતાના વિસ્તારને સેનેટાઈઝિંગ કરવા માટે જે તે વિસ્તારના લોકો નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સંપર્ક કરતા હોય છે. પણ સમય અને સેનેટાઇઝિંગ સ્પ્રે મશીનના અભાવે તેઓ દરેક વિસ્તારમાં સમયસર પહોંચી શકતા નથી. આવી જ અનેક સમસ્યાઓથી પ્રેરિત થઈ તેઓએ લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી ફક્ત 3 કલાકના સમય ગાળામાં પોર્ટેબલ સેનેટાઈઝર સ્પ્રે મશીન બનાવી દીધું.

મનોજભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ આ સેનેટાઈઝર સ્પ્રે મશીન અન્ય સ્પ્રે મશીનના પ્રમાણમાં ઘણું સસ્તું છે. આ સ્પ્રે મશીન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું ઘણું સરળ છે. સાથે સાથે અન્ય સ્પ્રે મશીનની સરખામણીએ આ મશીનની સ્પ્રે છંટકાવની એવરેજ પણ સારી છે. 5 લિટરના ટીનમાં કેમિકલ અને પાણી ભરી આ પોર્ટેબલ સેનેટાઈઝર સ્પ્રે મશીનથી નજીવા ખર્ચે મોટા મોટા વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાય છે. 2 નાની મોટરો અને 25 ફૂટ પાઈપના ઉપયોગથી પોર્ટેબલ સેનેટાઈઝર સ્પ્રે મશીન બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here