રાજકોટ : 94 વર્ષના દાદા અને 87 વર્ષના દાદીએ મરણમૂડીના 51-51 હજાર રૂપિયા કોરોના સામે લડવા દાનમાં આપ્યાં…

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

દાદા-દાદાની લાગ્યું કે રાષ્ટ્ર પર આવેલી આફતમાં તેમણે પણ કંઈક કરવું જોઈએ, આ વિચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા…..

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રૂપી ખતરનાક બીમારી સામે ઝજુમી રહ્યું છે. ત્યારે આ આફતનાં માનવભક્ષી સંક્રમણથી ગુજરાત અને સમગ્ર દેશ પણ બાકાત રહ્યો નથી. સરકાર અને તંત્રની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને ભામાશાઓ પણ આગળ આવ્યા છે અને પોતાનાથી થતી મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. હાલ આ કોરોના રૂપી મહામારી સામે લડવા ગુજરાતમાંથી પણ અનેક દાતાઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ મુજબ દાન આપી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયની અભેદ આહટ જોઈ રાજકોટના 94 વર્ષના લાલાભાઇ કાનાણી અને તેમના 87 વર્ષના પત્ની રૂપાઇબેન કાનાણીએ રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિમાં ઉપયોગી થવા પોતાની બચત કરેલી મૂડીમાંથી 1 લાખ 2 હજારનું અનુદાન આપ્યું છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીને વિચાર આવ્યો કે, હાલ જ્યારે માનવી પર કોરોનારૂપી આફત આવી પડી છે ત્યારે રાષ્ટ્રકાજે કંઈક કરવું છે. તેથી આ દાદા-દાદીએ નક્કી કર્યું કે પોતાની જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી 51-51 હજાર રૂપિયા કોરોના વાયરસ અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા.

આંમ દાદા-દાદીએ 51-51 હજાર રૂપિયા મળીને કુલ 1 લાખ 2 હજાર રૂપિયા સ્વતંત્ર બચતમાંથી રાષ્ટ્ર સેવામાં અર્પણ કર્યા છે. લાલભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને 51-51 હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here