રાજકોટ શહેરમાં વધુ એક નકલી પાસ કૌભાંડ ઝડપાયું…

રાજકોટ,
વિનુ ખેરાળીયા

આજે એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ lockdownના કારણે ધંધા ઉદ્યોગો બંધ હોવાથી પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન પહોંચાડવા માટે કલેકટર દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવે છે. અને આજે રાજકોટમાં ફરી એક વધુ નકલી પાસ કાઢવાનું કોંભાડ પકડાયું હતું. જ્યારે રાજવી રસ્ટુડિયો ધરાવતા અમિત મોટવાણીએ પોતાના સ્ટુડિયોમાં ફોટોશોપની મદદથી પહેલા એક મિત્રની મદદ કરી અને ત્યારબાદ નકલી પાસ બનાવીને વેચવાનું ચાલુ કર્યું. અને અમિત મોટવાણી એક પાસ ૩૦૦ રૂપિયામાં વેચતો હતો. જ્યારે આ અંગે તપાસ કરતા ઇલેક્ટ્રિશયન,એસી રીપેરીંગ કરનાર અને શ્રમિકોએ પાસ ખરીદી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા અમિત મોટવાણી શહીત ૧૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.અને હાલમાં પોલીસ આ અંગેની વધુ તપાસ કરી રહી છે.જ્યારે એક દિવસ પહેલા જ શ્રમીકોને બોગસ પાસ કાઢી આપનારની પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.અને આ શખ્સો શ્રમિકો પાસેથી ૩૦૦૦ હજારથી ચાર હજાર રૂપિયા લઈને પાસ કાઢી આપવાની ખાતરી આપતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here