રાજકોટ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૯૭ વ્યક્તિ પકડાયા અને ૧૨૦ વાહનો ડીટેઈન કર્યા….

રાજકોટ,

પ્રતિનિધિ :- વીનું ખેરાળીયા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ભૂતકાળના તમામ ઇતિહાસોને ઝાંખા કરી નાખ્યા છે. કોરોનાના માનવભક્ષી કહેરે દુનિયાના ખ્યાતનામ એવા ચીન,ઇટલી,ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોને ઘૂંટણે પાડ્યા છે અને હાલ ભારતના ખૂણે-ખૂણામાં પોતાનો પ્રકોપ ઠાલવી રહ્યો છે જેના કારણે દેશમાં ઉગતા અને આથમતા સુરજની સાથે દિન પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારત દેશમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમજ સરકારે પણ લોકડાઉનને ત્રીજા ચરણનું સ્વરૂપ આપી દીધું છે. આજે માનવ જીવન માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે તેમછતાં અનેક લોકો લોકડાઉનનું ઉલંઘન કામ વગર ઘરની બહાર રખડતા ફરે છે માટે સરકારનું સુચના મુજબ રાજકોટ જીલ્લામાં lockdown કડકમાં કડક અમલ થાય તે માટે રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.ત્યારે રાજકોટ જિલ્લામાં અલગ-અલગ સ્થળે લોકડાઉનનો ભંગ કરતા ૯૭ વ્યક્તિને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ૧૨૦ વાહનો ડીટેઇન કર્યા હતા.

રૂરલ એસ.પી બલરામ મીણાએ જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લાના વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાયની દુકાનો,રેસ્ટોરેન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠા કરી, અને કોઈપણ કામકાજ વગર પોતાનું બાઇક લઇને લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાનામાં, ખેતીવાડીઓમા અને બિલ્ડીંગ, બાંધકામમાં મંજુરીએ રાખી હાલના સમયે નીરાધાર ગણી મજૂરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબૂર કરતા જ્યારે કોઈ કાળજી નહીં લેતા માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના રાજકોટ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં ૮૭ ગુનાઓ નોંધાયા છે. જ્યારે ૯૭ શખ્સોની ધરપકડ કરાય છે.તેમજ એમ.વિ. એકટ ૨૦૭ હેઠળ ૧૨૦ વાહનો ડીટેઈન કરવામા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here