રાજકોટ શહેરની મોદી સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને ફીની ઉઘરાણી શરૂ કરી…

રાજકોટ,

પ્રતિનિધિ :- વિનુ ખેરાળીયા

પ્રવર્તમાન સમયે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે lockdown ને લીધે કામ ધંધા બંધ છે.તેવા સમયમાં ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને ખાવા માટે પણ ફાંફા પડી ગયા છે.ત્યારે રાજકોટમાં આવેલ મોદી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે.ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે.જ્યારે રાજ્ય સરકારનાં જાહેરનામા પ્રમાણે સ્કૂલો ફી ન ઉઘરાવી શકે,તેવામાં સ્કુલોએ વાલીઓને ફી ભરવાનુ કહેતા વાલીઓમાં ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી.

જ્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ.ઉપાધ્યાય પાસે પહોંચ્યો ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી તરફથી મોદી સ્કૂલને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી .અને નોટિસમાં કહેવાયું છે કે lockdown દરમિયાન વાલીઓને સ્કૂલે બોલાવી ન શકાય,એટલું જ નહીં ત્રણ મહિના સુધી ફી પણ ફી ન લેવાનો સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો છે.જ્યારે આ મામલે સ્કૂલ પાસેથી યોગ્ય ખુલાસો માંગવામાં આવ્યો હતો. તેમજ નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સાત દિવસમાં કોઈ સંતોષકારક જવાબ ન મળે તો આ અંગે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here