રાજકોટ મહાનગરપાલિકાને ૫,૦૦૦ માસ્ક અને સેનેટાઈઝરની ૧,૦૦૦ બોટલ રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા અર્પણ કરવામાં આવ્યા..

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

હાલ કોરોના વાઈરસના સંક્રમણ સામે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને કોરોના વાઈરસના સંક્રમણથી મુક્ત કરવા અનેકવિધ કાર્યો ચાલી રહયા છે, ત્યારે મનપાના અનેક સફાઈ કર્મચારીઓથી માંડીને વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારી પોતાની જવાબદારી નિભાવી રહયા છે. આવા સંજોગોમાં સ્ટાફને પણ વાઈરસ સંક્રમણ સામે રક્ષણ મળી રહે તેવા આશય સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટના વાઈસ પ્રેસિડેન્ટ ભરત ઠુંમર તથા અન્ય અધિકારીઓના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાને ૫,૦૦૦ નંગ માસ્ક અને સેનેટાઈઝરની ૧,૦૦૦ નંગ બોટલ અર્પણ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુમાં મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, તા. ૨૫-૦૪-૨૦૨૦ ના રોજ રોટરી ક્લબ ઓફ રાજકોટ વતી તેમના પ્રતિનિધિઓ ડો. હિતા મહેતા (જોઇન્ટ સેક્રેટરી), નિશાંત વોરા (જોઇન્ટ સેક્રેટરી) અને ચંદ્રેશ મનવાણીના હસ્તે મનપાને ૫,૦૦૦ નંગ માસ્ક અને સેનેટાઈઝરની ૧,૦૦૦ નંગ બોટલનો જથ્થો અર્પણ કર્યો હતો અને મનપાની સેવાને બિરદાવી હતી. મનપાના અધિકારી ઓ અને તમામ કર્મચારીશ્રીઓની કામગીરી સરાહનીય છે અને રોટરી ક્લબ ઓફ રાજકોટ શહેરીજનોને કોરોના વિશે જાગૃતતા અંગેના મેસેજ પાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here