રાજકોટ જુના માર્કેટયાર્ડમાં ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો…

રાજકોટ,
વિનુભાઈ ખેરાળીયા

ધરતીપુત્ર એવા દીપકભાઈ ડાયાભાઈ લીમ્બાચીયા કલમ ની સરકાર ન્યુઝને પોતાની વેદના જણાવતા રડી પડ્યા હતા..

વિશ્વ આખામાં કોરોનાનો કહેર વર્તાયો છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતા સરકાર દ્વારા લોકડાઉનને વધારી ત્રીજા ચરણનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું માટે હાલ સમસ્ત ભારત સહીત રાજકોટમાં પણ લોકડાઉન હોવાના કારણે રાજકોટ માર્કેટયાર્ડમાં લોકડાઉનના નામે વેપારીઓ ખેડૂતોને રીતસર લૂંટી રહ્યા હોવાની બુમ ઉઠવા પામી છે. જ્યારે જગતનો કહેવાતો તાત એવો ખેડૂત રાતદિન મહેંતન કરી પોતાનો પાક તૈયાર કરે છે. અને જ્યારે પાકને માર્કેટમાં વેચવા જાય છે ત્યારે ખેડૂતો પાસેથી વેપારીઓ પોતાના મન ફાવે તેવા પાણીના ભાવથી પાકોની ખરીદી કરતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો રાજકોટના જુના માર્કેટયાર્ડમાં સામે આવ્યો હતો.

રાજકોટના જુના માર્કેટયાર્ડમાં ડુંગળીનું હરાજી વગર વેચાણ થતું હોવાનું કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આક્ષેપ કર્યો હતો, અને ડુંગળીનો પુરતો ભાવ ન મળતા ખેડૂતો પણ નારાજ થયા હતા. અને જ્યારે ડુંગળીનો પ્રતિ કિલો બે થી અઢી રૂપિયા મળતા હોવાનુ ખેડૂતોએ જણાવ્યું હતું. જ્યારે 50 થી 52 કિલો વજન વાળી ડુંગળી 210માં વેચાઈ રહી છે.જ્યારે પડધરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂત દીપકભાઈ ડાયાભાઈ લીમ્બાચીયા કલમ કી સરકાર ન્યુઝને પોતાની વેદના જણાવતા રડી પડ્યા હતા. માટે આજના કપરા સમયમાં દહ્રતી પુત્રો એવા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે અને તેઓને કોઈ અગવડ ન પડે તે આપ સૌને અને સરકારશ્રીને નોંધ લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here