રાજકોટમાં પરપ્રાંતીય મજુરોને પોતાના વતન પરત મોકલવા માટે કરાઈ ખાસ વ્યવસ્થા….

રાજકોટ,

પ્રતિનિધિ :- વિનુ ખેરાળીયા

હાલ સમગ્ર ભારત સહીત ગુજરાત રાજ્યમાં પણ દિન પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. અને લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ હોવાથી રોજ-મજુરી કામ કરી પોતાનું પેટીયું રડતા ગરીબોની હાલત કફોડી બની ગઈ છે ફેક્ટરી-કારખાના બંધ હોવાથી પરપ્રાંતીય મજુરો પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. પરંતુ વ્યવસ્થાને અભાવે હાલ તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે હવે રાજકોટના પરપ્રાંતીય મજુરોને લઈને કલેકટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની માહિતી આપી હતી. આ ઉપરાંત શહેરના ઓરેન્જ ઝોનમા પ્રવેશ અંગે માહિતી આપી હતી.

જ્યારે તેમને વધારે જણાવ્યું હતું કે પરપ્રાંતીયો તેમના વતન પરત જવા માંગતા હોય તો અમારો સંપર્ક કરે. જ્યારે પરપ્રાંતીયોને પરત મોકલવા માટે હાલ ૧૦ ખાનગી બસને મંજૂરી આપવામાં આવી છે. જોકે એસટી બસની હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અને તેમણે કહ્યું હતું કે મધ્યપ્રદેશના લોકો જે હાલ રાજકોટમાં છે તેમને વતન પરત મોકલવા મંજૂરી અપાય છે.

રેમ્યા મોહને કહ્યું હતું કે પરપ્રાંતીયોને મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા અંગે હાલ વિચારણા ચાલી રહી છે. ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.પરપ્રાંતિયોને મોકલવા દરમિયાન દરેક નિયમનું પાલન કરવામાં આવશે અને નિર્ધારિત સંપૂર્ણ પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પ્લાઝમાં થેરેપી માટે રાજકોટને મંજૂરી મળી છે.જો કે, આખું સેટએપ કરવા અને ટેકનિકલ ગાઈડન્સ માટે ICMR અને સ્ટેટ ગવર્નમેન્ટ મંજૂરી આપે એ પ્રમાણે ગોઠવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here