રાજકોટમાં અવિરત સેવાકાર્ય કરી માનવતાવાદી વલણ ધરાવતા નક્ષ ગ્રુપના પ્રીતિ બેન પટેલ…

રાજકોટ,
અકબર દિવાન (જામનગર)

ભૂતકાળમાં અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા, નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસ લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક દાનવીરોનીએ પોતાના ખજાનાઓ લોકો માટે ખુલ્લા મૂકી દીધા હશે…!!! પણ એ તમામ બાબતો જે તે વિસ્તાર કે પછી સીમાડા પુરતી સીમિત લેખાઈ હશે…!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. જેને ધ્યાને લીધા વગર આવા કપરા સમયમાં અનેક માનવતાવાદી યોધ્ધાઓ દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે વહાવી રહ્યા છે. જેથી આજે જે ઈતિહાસ લેખાઈ રહ્યો હશે એ સમગ્ર વિશ્વનાં ખૂણે-ખૂણેમાં છુપાયેલી કલમો થકી એક જેવો જ …એકી સાથે અને એક જ વિષય પર લેખાય રહ્યો હશે…!! જેમાં નક્ષ સેવા ગ્રુપનાં પ્રમુખ એવા પ્રીતિબેન પટેલનું નામ મોખરે લેખાશે એમાં કોઈ બે મત નથી..!!

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કારણે સરકાર શ્રી દ્વારા લોકડાઉંન જાહેર કરવામાં આવ્યું ત્યારથી આજ દિવસ સુધી રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જરૂરતમંદ લોકોને અનાજકિટ તેમજ જમવાની વ્યવસ્થા નક્ષ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી મંદબુદ્ધિના લોકોની સાર સંભાળ તેમજ કોરોના વાઇરસ સામે રાતદિવસ જંગ કરતા ડોક્ટર્સ પોલીસ કર્મી પત્રકારને સન્માનિત કરી પ્રત્સાહિત કરવામાં આવ્યા હતા આવા અનેક સમાજસેવાના કાર્ય કરી માનવતા મહેકાવતું ગ્રુપ એટલે નક્ષ સેવા ગ્રુપ…. આ ગ્રુપના પ્રમુખ સ્થાને પ્રીતિબેન પટેલની સાથે નીરવ પટેલ તેમજ નક્ષ પટેલ સેવા આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here