રાજકોટના શાપર-વેરાવળમાં મીડિયાકર્મીઓ અને પોલીસ પર હુમલો કરનારા વધુ ૧૭ આરોપીઓની ધરપકડ કરાઈ….

રાજકોટ,
વિનુ ખેરાળીયા

રાજકોટના શાપર-વેરાવળમાં પત્રકાર અને પોલીસ પર હુમલો કરનારા આજે વધુ ૧૭ લોકોની પોલીસે કરી ધરપકડ કરી હતી તેમજ આ બાબતે અત્યાર સુધીમાં પોલીસે કુલ 46 લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં પત્રકાર અને પોલીસ પર હુમલા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે હુમલો કરનારા વધુ 17 લોકોની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે ગઈ કાલે શાપર-વેરાવળ ખાતે હુમલો કરનારા લોકોને ઝડપીને સરકાર દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અને સરકારના આ આદેશ બાદ પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. જેને લઇને આજે વધુ 17 લોકોની ધરપકડ કરાતાં કુલ 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે રાજકોટના શાપરમાં પત્રકાર તેમજ પોલીસ પર થયેલા હુમલાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યાં હતા. જેમાં રેન્જ આઇજીને તપાસનો આદેશ અપાયો હતો. સીએમ રુપાણીએ જણાવ્યું હતું કે,દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here