રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુન : ધબકતા થયા…

રાજકોટ,
જયેશ માંડવિયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયક સરકારે રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઝોનને લોકડાઉન પછી શરૂ  કરવાનો આજથી (૧૪-મે) નિર્ણય કરતા જ રાજકોટના ઉદ્યોગકારો અને કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા એકમો ખોલવા અને આવાગમન માટે પાસની વ્યવસ્થા રાજકોટના વિવિધ ૧૨ ઔદ્યોગિક ઝોન એસોસિએશન અને ચેમ્બરોને કરવામાં આવતા રાજકોટના ૧૦ હજાર જેટલા એકમો આજ થી જ પુનઃ ધબકતા થયાં છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ અધિકારીઓની ટીમને વિવિધ સ્થળોએ બેસાડી ઉદ્યોગકારોને ત્યાંથી જ પાસ મળી રહે તે માટે સુંદર વ્યવસ્થા કરી છે. ઉદ્યોગકારો દ્વારા બાંહેધરી પત્રક, જી.એસ.ટી. નંબર અને કામદારોના ઓળખપત્રો જમા કરાવી ફોર્મ સ્વીકારી સ્થળ પરથી જ પરમિશન આપવામાં આવી રહી છે.  
રાજકોટ આજી જી.આઈ.ડી.સી સહીત વિવિધ સ્થળે ઉદ્યોગકારો પાસ મેળવવા ઉત્સાહભેર જોવા મળી રહ્યા છે.  આજી જી.આઈ.ડી.સી ના પ્રમુખ જીવણભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજી ઈન્ડસ્ટીઝ ઝોનમાં ૫૨૫ એકમો કાર્યરત છે, મોડી રાત્રી અથવા આવતીકાલ સુધીમાં તમામને પરમિશન આપી દેવામાં આવશે. રાજ્ય સરકારની પહેલને આવકારતા તેમણે જણાવ્યું હતું કે કામદારો અને પરપ્રાંતીય મજૂરો વતન જવા માંગતા હતા તે હવે રોજી રોટી મળવાનું શરુ થતા અહીજ રોકાઈ જશે અને રાજકોટનું ગ્રોથ એન્જીન પુરપાટ ગતિએ દોડશે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જણાવ્યું છે કે, રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનના ૧૦,૫૮૩ નાના મોટા એકમો છે, હાલ મંજૂરી મળી રહેલા એકમો સોશિયલ ડિસ્ટન્સીન્ગ, સેન્ટાઇઝર, થર્મલ ગન અને ફેક્ટરી સૅનેટાઇઝર ઇકવીપમેન્ટ સાથે શરુ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટની આજી જી.આઈ.ડી.સી માં આવેલ ક્રોસવર્ડ ડીઝલ એન્જીન વર્કસ અને ફાઈન થ્રેડ ફોર્મ ઇન્ડ ના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોરોના અંતર્ગત કામદારો માટે રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ એકમો શરુ કર્યા છે. એક, બે દિવસમાં મોટાભાગના ઉદ્યોગો ધમધમવા લાગશે તેમ તેઓએ જણવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here