રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉખલવાંટ ગામ પાસેથી કિ.રૂ.૭૬,૪૬૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ઉખલવાંટ ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૭૬,૪૬૦/- નો મુદ્દામાલ તથા વિદેશી દારૂ ના હેરાફેરી કરવા ઉપયોગમાં લિધેલ મારૂતી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હિલર ગાડી જેનો રજી નં.GJ-05-CK-8723 સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
 કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ-૫૮૬ કિ.રૂ.૭૬,૪૬૦/-
(૨) મારૂતી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હિલર ગાડિ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩) રોકડા રૂપીયા કિ.રૂ.૧,૨૨૦/- કુ.કિ.રૂ.૨,૮૭,૬૮૦/-
 પકડાયેલ ઇસમ:-
(૧) ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ ફાટેખા રહે.ડભોઇ સ્ટેટ બેંકની પાછળ રેલ્વે સ્ટેશન રોડ તા.ડભોઇ જી.વડોદરા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here