યુ.પી સરકારે બતાવી લાલ ઝંડી : કાલોલમાં ફસાયા ૧૭ જેટલા પરપ્રાંતીઓ..,સ્થાનિક અગ્રણીએ જમવાની વ્યવસ્થા કરી…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

બે થી ત્રણ પરિવારના લગભગ ૧૭ લોકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ…

દોલતપુરા ગામેં જયદીપભાઈ રાઠોડ દ્વારા તેઓના ઘર નજીક આશરો આપી તેઓના જમવાની વ્યવસ્થા કરી

કોરોના મહામારી દરમ્યાન આંતરરાજ્ય ની મુસાફરી ની છૂટ મળતા શ્રમિકો પોત પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે શનિવારે સવારે સુરત તરફથી બે-ત્રણ બ્રાહ્મણ પરિવાર ના લગભગ ૧૭ લોકો જેમાં બાળકો મહિલાઓ પણ સામેલ છે તેઓને કાલોલ પોલીસે આગળ જવા ન દેતા અટવાઈ ગયા હતા અને કાલોલ તાલુકા ના દોલતપુરા ગામ માં પોતાના વાહન (ટેમ્પોમાં )આવી પહોંચ્યા હતા જ્યાં ગામના એક નાગરિક જયદીપભાઈ રાઠોડ દ્વારા તેઓ ના ઘર નજીક આશરો આપી તેઓના જમવાની વ્યવસ્થા કરી હતી મૂળ અલ્હાબાદ પાસે ના ગામડા ના અને સુરત માં ટેક્સટાઇલ ના ધંધા સાથે સંકળાયેલા આ પરિવાર ને માદરે વતન જવામાં ખૂબ મુશ્કેલી પડે છે તેઓએ જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશ સરકારે અમોને સ્વીકાર કરવા નો ઈન્કાર કરતા અમો હાલ ફસાઈ ગયા છે. અખબાર માં આવેલ જાહેરાત મુજબ ત્યાંની સરકારે જાહેર કરેલ નંબર ઉપર પણ ફોન કરેલ પણ કોઈ સંપર્ક થતો નથી. કુટુંબ ના અગ્રણી આશીષ મિશ્રા એ જણાવ્યું કે કાલોલ ના એ.એસ.પી સાથે પણ તેઓએ વાત કરી છે અને ઉપરથી આદેશ ન મળે ત્યા સુધી અમે કઈ ન કરી શકીએ તેમ તંત્ર એ જણાવ્યું છે તેવું જણાવેલ છે આ પરિવાર પાસે અંકલેશ્વર એસ.ડી.એમ નો પાસ પણ હોવાનું જણાવ્યું છે તેમ છતાં યુ.પી સરકાર ના આદેશ ને કારણે તેઓ વતન જઈ શકતા નથી તેમ જણાવી રહ્યા છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા આવા લોકો માટે ઊચ્ચ સ્તરે વાતચીત કરી તાકીદે યોગ્ય નિરાકરણ થાય તેવું હાલ તો આ પરિવાર અને તેઓ ના જેવા અસંખ્ય પરિવારો ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here