મોરબી જીલ્લા ડી.વાય.એસ.પી રાધિકાબેન ભારાઈએ ટંકારા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી.ની વિઝિટ કરી…

શરતી મંજૂરીને પગલે મજુરને પગાર સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધા અંગે તપાસ કરી..

જીલ્લામા પોસ્ટીગ થયા બાદ તુરંત લોક ડાઉનને પગલે કર્યુ પેટ્રોલીંગ

મોરબી જિલ્લામા આવશયક ચિજની ઉત્પાદન કરતી ફેકટરીને શરતી મંજૂરી આપ્યા બાદ વખતો વખત તપાસ કરવા ખાસ ટિમ પણ બનાવી છે ત્યારે આજે ટંકારાના લખધીરગઢ રોડ ઉપર આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. કંપની ખાતે નવ નિયુક્ત મહીલા ડી વાય એસ પી રાધિકાબેન ભારાઈએ વિઝિટ કરી હતી જેમા મજુરોની સંખ્યા મશીનરી કામગીરી રહેવા જમવા અને પ્રાથમિક સુવિધા સહિતની ઝીણવટભરી માહીતી મેળવી હતી.

આ તકે ટંકારા મહીલા ફોજદાર એલ બી બગડા સહીતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા તો ફેક્ટરી માલિક જગદીશ પનારાએ સુવિધા અંગે અધિકારીને વાકેફ કર્યા હતા. જે શરતોના પાલનને લઈને અધિકારીએ ફેક્ટરી માલિકની કામગીરી બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here