મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંકલ્પબદ્ધ થયા…

મોરબી,

પ્રતિનિધિ :- આરીફ દીવાન

ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા આજના દિવસે સૌ મોરબીવાસીઓને વિજય સંકલ્પ લઇ સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું છે. કલેક્ટરશ્રી જે.બી. પટેલ સહિત કચેરીના નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, મામલતદારશ્રી કાસુન્દ્રા તેમજ કર્મચારીશ્રીઓએ સમુહમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં હું માસ્ક પહેર્યા વગર બહાર નહિ નીકળું, હું સોશીયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરીને ધ્યાનમાં રાખીશ, અને હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ જેવા સંકલ્પને દોહરાવ્યો હતો. આ સંકલ્પમાંથી વધુને વધુ લોકો પ્રેરણા લઇને અન્ય લોકોને સંકલ્પબદ્ધ કરે તેવી અપીલ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here