મોરબી : કોરોનાનાં કહેરને નાથવા ૪૭ હજારથી વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ….

મોરબી,

પ્રતિનિધિ :- આરીફ દીવાન

ભારત દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે મોરબીમાં હોમિયોપેથીક ડૉકટરોની ટીમ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની ભેટ એવી હોમિયોપેથીક દવાનું લોકોને સેવન કરાવવામાં આવે છે. કોરોનાની આ લડાઈમાં લોકોએ હોમિયોપેથીક દવાઓનું મહત્વ સ્વીકાર્યું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તથા કોરોનાનું સંક્રમણ થાય તો ઓછામાં ઓછી શારીરિક તકલીફ પડે તે માટે મોરબીના હોમિયોપેથીક ડોક્ટરોની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૪૭ હજારથી વધુ લોકોને આ દવા પહોંચાડીને લોકોની સેવા કરી રહ્યા છે.

આ સેવા બદલ મોરબીના કલેરટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા દ્વારા જિલ્લા આર્યુવેદિક અધિકારીશ્રી ડૉ. એચ.એન. દવે તથા ડો. સર્વેશ્રી કમલેશ પનારા, વિજય, જિતેન્દ્ર ઠાકર, ચારમી પારેખ, એન.સી. સોલંકી અને હેતલબેન સહિત સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here