માનવભક્ષી કોરોનાનાં પ્રકોપથી સુરક્ષિત એવા શહેરા નગરમાં બહારથી આવતા લોકોને લઈને નગરજનોમાં ભયનો માહોલ…

શહેરા (પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરામા કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે તાલુકા બહારથી ઘણા બધા લોકો ખોટી રીતે અવર જવર કરી રહયા છે માટે તંત્ર દ્વારા આવા લોકોને અટકાવામા આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસના માનવભક્ષી ભરડાએ ભારતને પણ પોતાની બાન લીધો છે, જેના કારણે આજે દેશમાં ૮૦ હજારની પાર કોરોના સંક્રમીતોનો આંક પહોંચી ગયો છે. તેમજ WHO ના જણાવ્યા મુજબ હજુ પણ દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધતો રહેશે જેથી કોરોનાની સામે રક્ષણ મેળવવા દરેક માનવ જીવન માટે સામાજિક અંતર એક માત્ર વિકલ્પ છે અને એ વાતને ધ્યાનમાં રાખી ભારત સરકારે પણ સમસ્ત દેશમાં લોકડાઉનની જાહેરાત કરી સામજિક અંતર જાળવવા અનુરોધ કર્યો હતો. હાલ દેશમાં ત્રીજા ચરણના લોકડાઉનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે જેથી હવે સરકાર લોકડાઉન ચાર એટલે કે લોકડાઉનને ચોથા તબક્કામાં લઇ જશે કે પછી થોડી છૂટછાટ સાથે લોકોને આત્મનિર્ભર રહેવા સુચન કરશે એ જોવું રહ્યું…!! પરંતુ આ બધી બાબતોમાં આજે પણ દેશના અમુક નગરો એવા છે કે જ્યાં કોરોનાની મેલી પડછાઈ પડી નથી જેથી આજદિન સુધી એ નગરોમાં કોરોના પોઝિટીવ હોવાનો એક પણ કેસ નોંધાયો નથી. માટે એવા નગરોની પ્રજા પોતાના ગામમાં માનવભક્ષી કોરોનાનો પ્રવેશ ના થાય તે માટે પોતાના ગામના રસ્તાઓને બંધ કરી સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરતી હોય છે, જ્યારે અમુક એવા પણ ગામ છે કે જ્યાં ધંધા વેપાર માટે કે પછી લોકડાઉનમાં છૂટછાટ હોવાના કારણે અમુક લોકો વગર કામે રખડવા-ફરવા એટલે કે લટાર મારવા આવતા હોય છે, આ રીતે વગર કામે બહારના લોકોની અવર-જવરથી ગામલોકોમાં ભયનો માહોલ પ્રસરાતો રહે છે.

શહેરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે. અને હજુ કુદરતની કૃપાથી શહેરા તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે ગોધરા અને લુણાવાડામાં કોરોનાના ૫૦ થી વધુ કેસો નોંધાયા છે તેમજ દિનપ્રતિદિન એ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે શહેરાની આજુબાજુ આવેલ ગોધરા અને લુણાવાડા આમ બે તાલુકામાંથી ઘણા બધા લોકો શહેરા તાલુકા મથક ખાતે ધંધા-રોજગાર કરવા માટે અવર જવર કરી રહયા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી. હાલ જે તાલુકા બહારથી અવર જવર કરી રહયા છે. તેમાંથી અમુક દુકાનદારોને તો પોતાની દુકાનની મંજૂરી ન હોવા છતા તંત્રથી છૂપી રીતે ધંધો કરતા નજરે પડી રહયા છે. ત્યારે આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા કડકાઈ રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. ગોધરા અને લુણાવાડામાં પોઝિટિવ કેસો સતત વધી રહયા છે. ત્યારે આ બે તાલુકામાંથી ખોટા બહાના કાઢીને અકારણોસર ખોટી આવન-જાવન કરતા લોકોને પોલીસ દ્વારા અટકાવીને કડક કાર્યવાહી હાથધરે તેવી લોક માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here