માંગરોળ શાપુર રોડ પર ગોડાઉનમાં લાગી અચાનક આગ : સદનસીબે કોઇ જાનહાનિ નહિ

માંગરોળ,

પ્રતિનિધિ :- ઐયુબ મજેવડીયા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શાપુર રોડ પર ઔદ્યોગિક વિસ્તારમાં સીંદરી બનાવવાના કારખાનામાં અચાનક આગ લગી.

મળતી માહિતી અનુસાર માંગરોળના શાપુર રોડ પર પંકજ ભરડાના સીંદરી બનાવવાના કારખાનામાં સીંદરી બનાવવા માટેના કાથામાં ગત રાત્રિએ અચાનક આગ લાગવાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ દ્વારા માંગરોળ પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી. પાલિકા ફાયર ફાઇટર તેમજ આસપાસના યુવાનો દ્વારા આગપર કાબુ મેળવવા ભારે મથામણ કરી હતી.

મળતી માહિતી મુજબ આસપાસ ઔદ્યોગિક કારખાના હોય અને હાલ લોકડાઉન ચાલુ હોય, જો આસપાસના રહેવાસીઓની સમય સૂચકતા ન હોત, તો આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કોઇ ન રોકી શકાત. પરંતુ પાલિકા ફાયર ફાઇટર અને આસપાસના મુસ્લિમ યુવાનોની ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની જાણ થતાં માંગરોળ હિન્દ-મુસ્લિમ આગેવાનો તેમજ પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આગ ક્યા કારણોસર લાગી તેનું કોઇ ચોક્કસ કારણ મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here