માંગરોળ તાલુકાના લોએજ ગામે આવેલ નીલકંઠ વર્ણી ધામના સ્વામીશ્રીઓ તરફથી બે લાખથી પણ વધુ રકમની અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું…

માંગરોળ,

પ્રતિનિધિ :- વસીમખાન બેલીમ

હાલ કોરોનાવાયરસ ને લઈને સમગ્ર ભારત દેશમાં પ્રથમ ચરણ નું લોકડાઉન પુર્ણ થય બિજા ચરણ ના લોકડાઉન સરુઆત થય છે ત્યારે આપણા ગુજરાત રાજ્ય અને ગામડા ઓમા પણ લોકડાઊનનો અમલ કરી પુરો સમર્થન જાહેર કરેલ છે ત્યારે ગરીબ અને નબળા વર્ગના લોકોની હાલત કફોડી બની છે તેને ધ્યાને રાખીને સામાજિક સંસ્થાઓ સ્વામી શ્રી અને મંદિર મસ્જિદ ના ટ્રસ્ટીઓ અને ગામડાઓના સરપંચો તેમજ અન્ય સંસ્થાઓના લોકો દ્વારા લોકોને બે ટંકનું ભોજન મળી રહે અને લોકો ભુખ્યા ના રહે તે હેતુથી લોકો ભોજન પહોંચાડી રહ્યા છે અન્ય ઘર વપરાશની ઉપયોગી સામગ્રી ચીજવસ્તુઓ પણ પહોંચાડી રહ્યા છે તેને ધ્યાને રાખીને આજે માંગરોળ તાલુકાના લોએજ ગામે આવેલ નીલકંઠ વર્ણી ધામ ના સ્વામી શ્રી ઓ દ્વારા 270 થી વધારે અનાજની કિટો નું વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદાજે રકમ બે લાખથી પણ વધારે રૂપિયાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અગાઉ પણ સ્વામી શ્રી ઓ અને રવિકાન્તા બહેન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં પણ 5.50 લાખ ના ચેકો આપવામાં આવ્યા હતા અને આજે ફરી વખત સ્વામી શ્રી ઓ દ્વારા અને રવિકાન્તા બહેન દ્વારા અનાજની કીટનું વિતરણ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આ અનાજ વિતરણ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી રવિભાઈ નંદાણીયા અને ભાવેશ ભગત તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે જ્યારે ગામ માટે કંઈ જરૂર પડે છે અથવા તો ગામને કાંઈક ઘટે છે ત્યારે સ્વામીશ્રીઓ નો મહત્વનો ફાળો હોય છે ત્યારે આજે પણ ગામ માટે અને ગામમા વસ્તા પછાત અને ગરીબ નબળા લોકોની ચિંતા કરી અનાજ ની કિટોનુ વિતરણ કરી એક સરાહનીય કામગીરી કરી છે આ કામગીરી ને સૌવકોય બીરદાવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here