માંગરોળના એક પરિવારના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્ર સહિત સમગ્ર પંથકે હાશકારો અનુભવ્યો..

માંગરોળ,( જૂનાગઢ)

પ્રતિનિધિ :- ઐયુબ મજેવડીયા

રાજ્યમાં જે જિલ્લાઓમાં હાલ કોરોનાનો એક પણ કિસ્સો નથી તેમાં જૂનાગઢનું પણ નામ છે. આમ હાલ જૂનાગઢમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી. તેનો સંપૂર્ણ જશ સતર્ક રહેતું પ્રશાસન અને જાગૃત જનતાને જાય છે.

મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના આરેણા ગામનો એક પરિવાર કોરોના વાયરસ ગ્રસ્ત એક યુવાનને મળી આવ્યો હતો. જેના કારણે મળનારા તમામ લોકોને તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇન કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ તે તમામ સેમ્પલ લઇને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતાં. જે આજરોજ પરિવારના ચારેય સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્ર સહિત સમગ્ર માંગરોળ તાલુકાએ રાહતનો શ્વાસ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here