મહીસાગર : લો કોલેજ ગોધરા ખાતે અભ્યાસ કરતા NSS નાં સ્વયંસેવકો દ્વારા લુણાવાડાના વોર્ડ નં – 5 માં વિનામુલ્યે ઉકાળાનું વિતરણ કરાયું

લુણાવાડા,(મહીસાગર)
પ્રવાસી પ્રતિનિધિ

ભૂતકાળમાં અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા, નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસ લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક દાનવીરોનીએ પોતાના ખજાનાઓ લોકો માટે ખુલ્લા મૂકી દીધા હશે…!!! પણ એ તમામ બાબતો જે તે વિસ્તાર કે પછી સીમાડા પુરતી સીમિત લેખાઈ હશે…!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના વાયરસ નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. જેને ધ્યાને લીધા વગર આવા કપરા સમયમાં અનેક માનવતાવાદી યોધ્ધાઓ દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે વહાવી રહ્યા છે. જેથી આજે જે ઈતિહાસ લેખાઈ રહ્યો હશે એ સમગ્ર વિશ્વનાં ખૂણે-ખૂણેમાં છુપાયેલી કલમો થકી એક જેવો જ …એકી સાથે અને એક જ વિષય પર લેખાય રહ્યો હશે…!! જેમાં દેશનું ભવિષ્ય કહેવાતા એવા નવયુવાનોનું નામ સુવર્ણ અક્ષરે લેખાશે…એમાં કોઈ બે મત નથી..

કારણ કે આજે કોરોનાના કહેરથી દરેક માનવ જીવ હેરાન પરેશાન થઇ ગયો છે. વિશ્વમાં લાખો લોકો કોરોનાના અજગરી ભરડામાં સપડાયા છે.જ્યારે બે લાખથી પણ વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માટે હાલ માનવભક્ષી એવા કોરોનાના ભયનો વાવાઝોડો ફૂંકાયો હોય એમ દરેક વ્યક્તિ ઘરમાં કેદ થઇ બેઠો છે અને કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય સામજિક અંતર છે જેથી સરકારે પણ સમસ્ત દેશમાં એક પછી એક એમ ચાર ચરણ સુધીનું લોકડાઉન લંબાવી દીધું છે. આ લોકડાઉન જેવા કપરા સમયકાળમાં NSS સાથે જોડાયેલા ગોધરા લો કોલેજના વિદ્યાર્થીઓ આચાર્યશ્રી ડો.અપૂર્વ પાઠક અને NSS પ્રોગ્રામ ઓફિસર ડો.સતીશ કુમાર નાગરના માર્ગદર્શન મુજબ વિરેન્દ્ર પટેલ અને તેઓના સહ્સાથી મિત્રો સ્વયંસેવક તરીકે કાર્ય કરી રહ્યા છે જેમાં ગતરોજ લુણાવાડા ખાતે વોર્ડનં-૫ માં રાણાવાસ, કડિયાવાડ,નળા, દુલાભાઈના માળ, મોચીવાડ,ચૌટા ચૌક,મારવાડી વાસ,સિંધી કોલોની વિગેરે વિસ્તારમાં આશરે ૨૦૦૦ જેટલા લોકો સુધી “ઉકાળો” બનાવી વિનામુલે વિતરણ કર્યો હતો. સવિશેષ “દીપભાઈ દોષી” અને યુવા સાથીઓ વિતરણ વ્યવસ્થાનો ભાગ બન્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here