મનસુખ વસાવાને ફોન પર ધમકી મળતા ભાજપ સાંસદે પોલીસને જાણ કરી….

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અસરગ્રસ્ત આદિવાસીઓના પ્રકરણમા એક નવો વળાંક

સમગ્ર ગુજરાતમાં હાલ સરદાર સરોવર નર્મદા ડેમ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અસરગ્રસ્ત આદિવાસીઓનો મુદ્દો એક પેચીદો પશ્ર બની રહ્યો છે. આદિવાસી અસરગ્રસ્તોના સમર્થનમા કોગ્રેસ અને બી ટી પી સહિત માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ અનેક આદિવાસી સંગઠનો આવી ચુક્યા છે. ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી દરમિયાનગીરી કરવાની વિનંતી કરી છે, ત્યારે આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવાને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર પ્રકરણમા એક નવો વળાંક આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ તાર-ફેનસિંગની કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેઓને કોઈ અજાણ્યા ઇસમે ટેલીફોનીક વાત દરમિયાન એવું કહ્યું હતું કે, આદિવાસી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે કાંઈ થઇ રહયું છે તેને કેમ તમે રોકતા નથીં વહેલી તકે આ બધું બંધ થવું જોઈએ બાકી મઝા નહિ આવે બિલકુલ, તમે કેમ આદિવાસીઓ સાથે જુલ્મ કેમ કરો છો, એમ જણાવી મારી સાથે અસભ્ય ભાષામાં વાત કરી હતી. સાથે-સાથે એણે એમ પણ જણાવ્યું હતું કે ગણપત ભાઈ રબારી અને મનસુખ વસાવાને તીરથી વીંધી નાખીશું અને પાળિયાથી ટુકડા કરી નાખીશું એવી ધમકી ભર્યો ફોન આવતા સમગ્ર અસરગ્રસ્તોનો પશ્ર હવે એક નવી જ દિશા તરફ વળી જાય તો નવાઈ નહીં.
સાંસદ મનસુખભાઈના જણાવ્યાનુસાર તેઓને દિવસમાં પણ ઘણા આદિવાસી સંગઠનનો સાથે કામ કરતા લોકોના ફોન આવ્યા પણ તેઓએ તેમના સાથે સારી ભાષામાં વાત કરી. આ મામલે મનસુખભાઈ વસાવાએ રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા હવે કોના ફોન પરથી સાંસદ મનસુખભાઈને ધમકી અપાઈ, ધમકી આપનારા તત્વો કોણ છે, કોનાં ઈસારે ધમકી અપાઈ આ બધી બાબતોની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here