ભુછાડ ટેકરી ખાતે જુગાર રમતા ચાર શકુનીઓને પોલીસે ઝડપી પાડ્યા : એક ફરાર

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા પોલીસ દારૂ જુગાર સહિતના ગુનાઓ માટે બાઝ નજર રાખતી હોઈ એક પછી એક જુગારના અડ્ડાઓની બાતમી મળતા રેઈડ મારે છે જેમાં મોટા પ્રમાણમા જીલ્લામા ચાલતી દારૂ જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવુતતીઓ બહાર આવી રહી છે.
ગતરોજ આમલેથા પોલીસે નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રેડ કરતા ખેતરમા જુગાર રમતા પાંચ જુગારીયાઓમાં (૧) ધર્મેશ અરવિંદ ભાઇ વસાવા (૨) પ્રકાશ અમરસિંગ ભાઇ વસાવા (૩) રણજીત રતીલાલભાઇ વસાવા તેમજ (૪) નભુપત અરવિંદ ભાઇ વસાવા,તમામ રહે.ભુછાડ ટેકરી ને ઝડપી દાવ પરના રોકડા રૂપિયા ૨૦૦૦/- અંગ ઝડતી માથી મળેલ રોકડા રૂપિયા ૩૨૦૦/- મળી કૂલ રોકડા રૂપિયા ૫૨૦૦/- તથા મોબાઇલ નંગ-૫ કિંમત રૂપિયા ૭૫૦૦/-તથા મોટર સાયકલ નંગ-૩ કિંમત રૂપિયા ૪૫૦૦૦/-મળી કૂલ કિંમત રૂપિયા ૫૭૭૦૦/-મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે રેડ દરમિયાન વિજય સોમાભાઇ વસાવા,રહે.વાઘેથા,નાંદોદ નાશી જતા તેની શોધખોળ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here