ભાવનગર : પેટ્રોલ,ડીઝલના ભાવ વધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિનું જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર…

ભાવનગર,
નઈમ કાગદી

કોરોના વાયરસ જેવી વેશ્વિક મહામારીને લઈને જાહેર કરેલ લોક ડાઉનના સમયમાં સહાય આપવાને બદલે પેટ્રોલ, ડીઝલમાં ભાવવધારો કરી, જનતાની હાલત સુધરવાને બદલે વધુ પાયમાલ કરવાની નીતિના વિરોધમાં, પેટ્રોલ, ડીઝલનો ભાવ ઘટાડવા માટે આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ રેલી, ઘોડા ગાડી તેમજ પગપાળા નીકળીને કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર આપવા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વાઘાણી, વિપક્ષ નેતા શ્રી જયદીપસિંહ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ બુધેલીયા, પ્રદેશ આગેવાન લાલભા ગોહિલ, પ્રદેશ આગેવાન જગદીશભાઈ જાજડીયા, કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, રહીમભાઈ કુરેશી, એડવોકેટ સાજીદભાઇ કાઝી, જયેશભાઈ ભટ્ટ ઇબ્રાહીમભાઇ સરવૈયા,મહેન્દ્રસિંહ ગોહિલ,વિક્રમભાઈ બોરીચા,રસુલભાઈ સૈયદ,ઋષિ સરવૈયા,નરેન્દ્રસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here