ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા
હી સેવા” કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારેછોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીગંગા સિંગના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામ.ડી ભગતના નેતૃત્વમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે
“સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ની થીમ ગાર્બેજ ફ્રી ઇન્ડિયા છે, જેમાં દેખીતી રીતે સ્વચ્છતા અને સફાઈ મિત્રના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે, સચ્છતા હી સેવાનો હેતુ સ્વૈચ્છિકતા/શ્રમદાન છે. જેમાંછોટાઉદેપુર જીલ્લાના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જ્વા કેબસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલય રાષ્ટ્રીય ઉદ્યાનો અભારણ્યો, ઐતિહાસિક સ્મારકો હેરિટેજ સ્થળ, નદી કિનાર, ઘાટ તેમજ નાળા વગેરે જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતાથાય તે મુજબની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાનાવિવિધગામોના અતિસંવેદનશીલ સ્થળો તેમજ
જાહેર સાફ સફાઈ, PHC સેન્ટર પર હેલ્થ ચેકઅપ, શાળાઓમાં ચિત્રસ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો સ્વચ્છતાનુંમહત્વ સમજાવી, પોતાની આસપાસ સ્વચ્છતા રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો. “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ ગ્રામજનો તેમજ બાળકોએ વિવિધ પ્રવૃતિઓમાં પોતાની સર્જનાત્મક્તા દાખવી સ્વચ્છ ભારત મિશનગ્રામિણના પ્રયત્નોને સફ્ળ બનાવી રહ્યા છે. સાચ્છતા હી સેવા-૨૦૨૩ અભિયાન હેઠળ ગાર્બેજ ફ્રી ઇન્ડિયાનીથીમ પર સામુદાયિક નેતૃત્વ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાં ગામસાચ્છ, સુંદર અને સાહ્ય બને તે માટે આ અભિયાનમાં લોકભાગીદારી માટેઆહવાન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here