ભારતનો સૌથી ઉંચો ગુલાબનો છોડ મહેંકી રહ્યો છે ગોધરા નગરમાં…

ગોધરા,(પંચમહાલ)
સાજીદ શેખ

હા, દેશનો સૌથી ઉચો ગુલાબનો છોડ મહેંકાઈ રહ્યો છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં… અને આ બાબતને પ્રમાણિત કરી છે “લિમ્કા બૂક ઓફ રેકોર્ડસ” સન્સ્થાએ આ ગુલાબના છોડની ઉચાઈ છે અધધ…39 ફુટ…ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટી ખાતે રહેતા કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકીના આંગણે ઉછરેલો આ છોડ હાલ તો 44 ફુટ ઉચો થઈ સમગ્ર મકાનને જાણે કે પોતાના બાહુપાશમાં લીધો હોય તેમ લહેરાઈ રહ્યો છે. આ ગુલાબના છોડની બીજી વિશેષતા એ છે કે જ્યારે આ છોડ પર ફુલ આવે છે ત્યારે તે ઝુમ્ખા સ્વરૂપે આવે છે અને એક ડાળી પર 25 થી 35 જેટલા ગુલાબ ખીલી ઉઠે છે ત્યારે એ સમયે આ છોડનો નજારો અદભૂત હોય છે.

આમ ગોધરાના ગુલાબના આ છોડે માત્ર ગોધરા કે પંચમહાલનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરેલ છે.

મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાના મદદનિશ સંશોધક વૈજ્ઞાનિક ડો.એમ.બી.પટેલ, ડો.પી.કે.પરમાર, બાગાયત કેન્દ્રના કનક્લતા મેડમ, આર ઍન્ડ બી ના ઇજનેરશ્રી હિમાની શાહ, સાયન્સ કોલેજ ગોધરાના બોટની વિભાગના પ્રોફેસર ડો.રૂપેશ નાકર તથા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા ગોધરાના અહેવાલના આધારે હરિયાણા સ્થિત સન્સ્થાએ પ્રોફ.અરુણસિંહ સોલંકીના આંગણાના ગુલાબના આ છોડને ભારતના સૌથી ઉંચા ગુલાબના છોડ તરીકે સ્વિકારી તેને લિમ્કા બૂક ઓફ રેકોર્ડસમા સ્થાન આપ્યું છે..

પ્રો.અરુણસિંહ સોલંકીએ આ રેકોર્ડ બદલ તેમના પરિવારજનો સહિત સમગ્ર નંદનવન સોસાયટીના રહિશોનો આભાર માન્યો છે અને આગામી સમયમા ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમા પણ ગોધરાનું નામ આવે તેવા પ્રયાશો હાથ ધર્યા હોવાનુ જણાવ્યુ છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here