ભરૂચ : પરપ્રાંતીય શ્રમિકોની વ્હારે આવી રાજપારડી પોલીસ…

રાજપારડી,(ભરૂચ)
પ્રતિનિધિ :- કલીમ મલેક(ભાલોદ)

તાલુકા વહીવટી તંત્ર સાથે સંકલન કરી વતન પરત પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ…

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ભૂતકાળના તમામ ઇતિહાસોને ઝાંખા કરી નાખ્યા છે. કોરોનાના માનવભક્ષી કહેરે દુનિયાના ખ્યાતનામ એવા ચીન,ઇટલી,ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોને ઘૂંટણે પાડ્યા છે અને હાલ ભારતના ખૂણે-ખૂણામાં પોતાનો પ્રકોપ ઠાલવી રહ્યો છે જેના કારણે દેશમાં ઉગતા અને આથમતા સુરજની સાથે દિન પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારત દેશમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધારે છે જેને ધ્યાનમાં લઇ સરકારે પણ લોકડાઉનને ત્રીજા ચરણનું સ્વરૂપ આપી દીધું છે. આજે માનવ જીવન માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે તેમછતાં અનેક લોકો લોકડાઉનથી બેરોજગાર થયા હોવાની બુમો પાડી રહ્યા છે. જ્યારે કેટલાય લોકો લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી આજદિન સુધી પોતાની કર્મભૂમિ છોડી માદરે વતન પરત ફરવાની જીદે ચઢ્યા છે તેમજ અમુક લોકો તો પગપાળા પ્રવાસ કરી હજુ પણ રસ્તે જતા-આવતા દેખાય આવે છે. માટે સરકારે પોતાના વતન જવા માંગતા શ્રમિકો માટે રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કર્યું છે અને જે તે રજીસ્ટર થયેલ શ્રમિકોને ટ્રેન દ્વારા પોતાના વાતને મોકલવાની શરૂઆત કરી દીધી છે. જેને ધ્યાને લઇ ગત રોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકે પરપ્રાંતિ શ્રમિકોનું એક જૂથ પહોંચી ગયું હતું.

અમારા પ્રતિનિધિ થાકી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના વેપારી મથક એવા રાજપારડી નજીકના એક ગામમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં ૩૨ જેટલા પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન મધ્ય પ્રદેશ પરત ફરવાની રજૂઆત સાથે રાજપારડી પોલીસ સ્ટેશને આવ્યા હતા. ત્યારે પી.એસ.આઈ. જે.પી.જાધવ અને પોલીસ સ્ટાફે તેઓને આવકાર આપી સામાજીક અંતર જાળવી તથા માસ્ક પહેરીને શ્રમિકો માટે ભોજન વ્યવસ્થા કરી હતી, તથા પી.એસ.આઈ. જે.પી. જાધવે શ્રમિકોને તેમના વતન સલામત રીતે પહોંચાડવાની ખાત્રી આપી હતી. સલામત વતન પહોંચવાની ખાત્રી મળતાં આ મજબુર શ્રમિકોના મુખ પર ખુશી જોવાં મળી હતી આ શ્રમિકોએ રાજપારડી પોલીસ અને પી.એસ.આઈ. જે.પી.જાધવની પ્રસંશા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here