ભરૂચ-નર્મદા જિલ્લાના પશુપાલકોની ગામ બેઠા પશુદાણ મળે તેવું દુધધારા ડેરી દ્વારા આયોજન કરાયું

દેડિયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગોઠવી પશુ દાણનો પુરવઠો પહોંચાડી રહ્યા છે

દૂધધારા ડેરીની દેડિયાપાડા ખાતે આવેલ પશુ દાણ ફેક્ટરી માં ભરૂચ અને નર્મદા જિલ્લાના દૂધ ઉત્પાદકો ની જરૂરિયાત પૂરી કરવા સતત જુદા નું ઉત્પાદન ચાલુ રહે છે. અને લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં પશુપાલકોને ગામો બેઠા પશુદાણ મળી રહે તે મુજબ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગોઠવી પશુ દાણનો પુરવઠો પહોંચાડી રહ્યા છે.
લોકડાઉનમાં સમયગાળો લંબાવવામાં આવશે તો પણ પશુપાલકોને પશુદાણ મળી રહેશે તેવું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. આ કામમાં સરકારી તંત્ર નોંધપાત્ર સહકાર મળી રહ્યો છે દેડીયાપાડા દાણ ફેક્ટરી ભરૂચ અને નર્મદા જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે તેમ ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here