બોડેલી : ત્રણ દિવસથી ગુમ થયેલ બોડેલી એસટી ડેપોના ડ્રાઇવરની બોડેલીના અલ્હાદપુરા નર્મદા મુખ્ય કેનાલ મેઈન ગેટ પાસેથી લાશ મળી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી માહિતી મુજબ બોડેલી એસ ટી ડેપો માં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવતા કનુભાઈ હીરાભાઈ રાઠવા રહેવાસી મોટા દેવસ તાલુકો કવાંટ ત્રણ દિવસથી પોતાના ઘરે પહોંચ્યા ન હતા.
જેને લઇ પરિવારજનો ચિંતાતુર બન્યા હતા તેઓનો મોબાઇલ સ્વીચ પણ ઓફ આવતા પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી.
આજે નર્મદા મુખ્ય કેનાલ કોલંબા પાસે
તેમની ઇકો કાર મળી આવી હતી તેમજ અલ્હાપુરા મેન કેનાલ માંથી મૃતદે હ જોવાય આવતા તેઓના પરિવારજનો જાણ કરવામાં આવી હતી.
મૃતક ના પરિજનોએ સ્થળ પર આવી ઓળખ કરી બોડેલી પોલીસ નેજાણ કરી હતી બોડેલી પોલીસ સ્થળ પર આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેડ બોડી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરી
લાશને પીએમ અર્થે ખસેડી હતી.
મૃતકની હત્યા છે કે આત્મહત્યા એ તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here