બોડેલી તાલુકાના તોતરમાતા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઈ વિભાગની પાઇપ લાઈનમાં ત્રણ જગ્યાથી તૂટી જતા ખેડૂતો સ્વખર્ચે સમારકામ કરવા મજબૂર બન્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના તોતરમાતા અને કુંડી ઉંચાકલમ વસાહત ની સીમ માંથી પસાર થતી નર્મદા સિંચાઈ ની કડીલા માઇનોર કેનાલ ની પાઇપ લાઈન માં દરવર્ષે નુકશાન થતા પાઇપ લાઈન પાણી ખેડૂતો ખેતરમાં ફરી વળતા ખેતી ભારે નુકસાન થયા છે અને પાઇપ તૂટી જતા આગળ ના ખેતરો પાણી પહોંચતું નથી જેથી આ ગામ ના ખેડુતો પોતાના ખર્ચે દશ ફૂટ જેટલો ખાડો ખોદી પાઇપ લાઈન રીપેરીંગ કરવા મજબૂર બન્યા છે હાલ પાઇપ લાઈન માં નજીક નજીક માં અંતરે ચાર જેટલી જગ્યાએ પાઇપ તૂટી જતા ખેતરોમાં પાણી ભરાવનું ચાલુ થતા ઉનાળા પાક ની વાવણી પહેલા ખેડૂતો પોતાના ખર્ચે લાઈન રીપેરીંગ કરવા લાગી ગયા હતા એક બાજુ વાતવરણ અવરનવર પલટો આવતા ખેડૂતો ને ખેતી માં ભારે નુકસાન થાય છે ત્યારે આ રીતે જે કામ સરકારે કરવાનું હોય છે તે ખેડૂતો પોતાના ખર્ચે કરતા તેઓ પર આર્થિક બોજો વધે છે અને દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે
લાઈન ડુપ્લીકેટ જેવી બનાવી દીધી છે પાણી વારેઘડીએ લિકેઝ થયા કરે છે.
30 વર્ષ રજુઆત પછી લાઈન આવેલ તે પણ ડુપ્લીકેટ બનાવી આપી છે વારેઘડીએ લિકેઝ થાય છે સરકાર તંત્ર જે રજુઆત કરીએ છે પણ સરકારે આત્મનિર્ભર બનાવી દીધા છે.
સરુપસિંહ રાઠવા ખેડૂત
કુંડી ઉચાકલમ વસાહત.
લાઇન બની ત્યારે જે લિકેઝ હતા તે હજુ તંત્ર રિપેરિંગ કર્યા નથી અને અધિકારીઓ આવી કહે છે તમે રીપેરીંગ કરી લો.
કુંડી ઉચાકલમ વસાહત ની સિમ માંથી પસાર થતી નર્મદા સિંચાઇ લાઈન એટલી તકલાદી બનાવી છે કે ચાર વર્ષ પહેલાં લાઈન ટેસ્ટીંગ કરી ત્યારે જે લિકેઝ હતા રીપેરીંગ થયા નથી અધિકારીઓ ખેડૂતો પર છોડી દે છે અને અધિકારીઓ ખેડૂતો કહે છે કે તમે જાતે રીપેરીંગ કરી લો 10 ફૂટ ખોદી પડે છે ખેડૂતો ઘર નો ખર્ચ ઉપાડી નથી શકતા તેઓ સરકાર લાઈન રીપેરીંગ કરવાનો ખર્ચ ઉપાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here