બોડેલી એમ.ડી.આઇ પ્રાથમિક અને ખત્રી વિદ્યાલય દ્વારા સ્વચ્છતા મિશન શાળાથી શેરીઓ સુધી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એમડીઆઇ પ્રાથમિક શાળા–ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે શાળા સંકુલ માં સ્વચ્છતાને વેગવંતી બનાવવા પહેલી ઓક્ટોબર સવારે ૧૦ થી ૧૧ કલાકના સમયે મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને સમર્થન આપતા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું .જેમાં આજે વિદ્યાર્થી,સાથી સહાયકમિત્રો,સ્ટાફગણ તથા આચાર્યશ્રી અભિયાનમાં જોડાઈ શાળા ના મેદાન,વર્ગખંડો,લેબ, ગ્રંથાલય શૈક્ષણિક- રમત ગમતના સાધનોની સાફ સફાઈ કામ હાથ ધર્યું સાથે તા.2જી ઓક્ટોબર શાળાની આસપાસની શેરીઓમાં પણ સ્વચ્છતા ની કામગીરી કરવામાં આવશે જેમા મોટી સંખ્યામાં રહીશો એ સમર્થન આપ્યું. આચાર્યશ્રી યુ.વાય.ટપલા દ્વારા “સ્વચ્છતા ઈશ્વર ભક્તિની સૌથી નજીક છે” તે પંક્તિ સાથે લોકોને સ્વચ્છતા ની મહત્તા સમજાવતા રહીશોએ બીજી ઓક્ટોબર નિમિત્તે પ્રભાત ફેરી ફરી સ્વચ્છતા અભિયાનને વધુ ને વધુ વેગવંતી બનાવવા પ્રતિજ્ઞા લીધી. અંતે આચાર્યશ્રી યુ.વાય. ટપલા દ્વારા મહાત્મા ગાંધીના સ્વપ્ન તથા વડાપ્રધાનના આહવાનને વધુને વધુ વેગ મળે સ્વચ્છ ભારતનો ડંકો પૂરા વિશ્વમાં ગાજે વિશ્વમાં ભારત એક નમૂનારુપી રાષ્ટ્ર બને તે માટે આહવાન કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here