બોડેલીથી ચલામલી વચ્ચેના મુખ્ય માર્ગ પર બે ભુવા પડતા વાહનચાલકોને ભારે હાલાકી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના વડાતલાવથી ચલામલી વચ્ચેના મુખ્ય માર્ગ પર ગજેન્દ્રપુરાથી મુઠઈ વચ્ચે એક ભુવો અનેબીજો ભુવો ચલામલી ભરડા કોતર પાસે ચોમાસામાં વરસેલા વરસાદના પાણી જમીનમાં ઉતરતા પડયા છે.જેને હાલ માટીથી પુરાણ કરવામાં આવ્યું છે.ચલામલી પાસે ભરડા કોતર પાસે પડેલ ભુવો ઉનાળામાં પાણીની લાઈન ખોદીને જમીનમાં ઉતારનાર કોન્ટ્રાક્ટર ઘ્વારા યોગ્ય પુરાણ ન કરવામાં આવતા ભુવો ધીમે ધીમે મોટો થવા પામ્યો છે.આ ભુવાઓનું યોગ્ય સમારકામ કરવાની માંગ રાહદારીઓ,વાહનચાલકોની થવા પામી છે.માર્ગ,મકાન વિભાગના અધિકારીઓ વહેલીતકે તમામ વિસ્તારોમાં સર્વે કરી ભુવાઓનું સમારકામ હાથ ધરે તો મોટા અકસ્માતથી જાનહાની ટાળી શકાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here