બોટાદ જીલ્લામાં દુધ વિતરણ અંગેનો વાહનમુકિતનો પાસ મેળવી દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા….

બોટાદ,

પ્રતિનિધિ : જાકીર મીર (ગાંધીનગર)

બોટાદ જીલ્લામાં દુધ વિતરણ અંગેનો વાહનમુકિતનો પાસ મેળવી સ્વયંસેવક દ્રારા ફોરવ્હીલ ગાડીમાં દુધ તથા બકાલાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા દેશી દારૂની હેરાફેરી સાથે બે ઇસમને પકડી પાડતી પાળીયાદ પોલીસ ટીમ મે.પોલીસ અધિક્ષક શ્રી.હર્ષદ મહેતા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી.આર.એન.નકુમ સાહેબનાઓ દ્રારા હાલ સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલ હોય તેમજ સમગ્ર દેશ ધારા ૧૪૪ લાગુ કરવામાં આવેલ હોય અને નોવેલ કોરોના વાયરસ(COVID-19) જેવી વૈશ્વીક મહામારી આગળ વધતી અટકાવવા તથા નાગરીકોમાં જાગૃતિ લાવવા જળવાય રહે તે હેતુસર પુરા ભારતમાં લોકડાઉન હોય અને બોટાદ શહેરમાં વધતા જતા કેસો અંતર્ગત સતત પેટ્રોલીંગ રાખવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એન.સી.સગર તથા સ્ટાફના માણસો સહીતની ટીમ દ્રારા પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન પીપરડી ગામે એક ટાટા કંપનીની ઇન્ડીકા DLE જેના રજી.નં. જોતા GJ-33-B-0821 ફોર વ્હીલ ગાડીમાં બોટાદના બે ઇસમ જેમા (૧) ધર્મેન્દ્રભાઇ ભગાભાઇ પારઘી જાતે અનુ.જાતિ ઉ.વ.૨૨ રહે.બોટાદ વાસમાં વજુભાઇ ની વાડીમાં તા-જી.બોટાદ (૨) ભાવીનભાઇ મુળજીભાઇ વાજા જાતે અનુ.જાતિ ઉ.વ.૨૬ રહે.બોટાદ ટાઢાનીવાડી તા-જી.બોટાદવાળાઓ નાયબ જીલ્લા ચુંટણી અધિકારી બોટાદ તરફથી દુધ વિતરણ અંગેનો વાહન મુકિતનો પાસ મેળવી ફોર વ્હીલમાં આગળના ભાગે ’’માનવતા સેવા રથ’’ અંગેનું બેનર લગાડી ગાડીના પાછળના ભાગે ’’COVID19 અંતર્ગત બોટાદ જીલ્લા દુધ વિતરણ ’’નું સ્ટીકર લગાડી સદરહુ વાહનનો તથા પોતે દુધ વિતરણના બદલે વાહનનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ જેમા બકાલુ તથા દૂધની આડમાં ગે.કા.વગર પાસપરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ કિ. રૂ.૯૦૦૦/- તથા દેશી પીવાનો દારૂ લીટર ૨૫ કિ.રૂ.૫૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૮૦૦૦/- તથા ઇન્ડીકા ગાડી ની કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬૭,૫૦૦/-ના મુદામાલ સાથે મળી હોય આવેલ હોય અને સરકારી અધિકારી દ્રારા આપવામાં આવેલ પાસનો દુર ઉપયોગ કરી અધિ.શ્રી.ની સાથે વિશ્વાસઘાત કરેલ હોય જેથી મજકુર બન્ને આરોપી વિરૂધ્ધમાં IPC ૪૦૬,૪૨૦,૧૮૮,૧૧૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૨,૫૭ મુજબ ગુન્હો કરેલ હોય તો બંન્ને આરોપીને જેલ હવાલે કરેલ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here