બેન્ક ઓફ બરોડા દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને 50 પલ્સ ઓક્સિમીટરની સહાય…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા જિલ્લા વહીવટીતંત્રની લડાઈમાં સહયોગ કરવા માટે બેન્ક ઓફ બરોડા પણ આગળ આવી છે. બેન્ક ઓફ બરોડાના રીજીનલ મેનેજર શ્રી રાજેશ શર્મા અને તેમની ટીમે જિલ્લા આરોગ્ય વિભાગને કોરોનાને લગતી આરોગ્ય ચકાસણીમાં જરૂરી એવા 50 પલ્સ ઓક્સિમીટરની સહાય કરી છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આરોગ્ય વિભાગ વતી આ સહાયને સ્વીકારતા જણાવ્યું હતું કે અત્યારે મળનારી દરેક મદદ વધુને વધુ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાના તંત્રના પ્રયાસોને નવું બળ પૂરુ પાડે છે. કોરોનાના મુશ્કેલ સમયમાં બેન્કિંગ સેવાઓ કાર્યરત રાખવા ઉપરાંત સામાજિક દાયિત્વ નિભાવવાના ભાગરૂપે બીઓબી કરાયેલ આ પહેલ બદલ તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પલ્સ ઓક્સિમીટર લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ નોધે છે. જેથી શરીરમાં સંક્રમણની સ્થિતિ વિષે જાણકારી મેળવવામાં મદદ મળે છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, નોડલ ઓફિસર ડો. રાજેશ ગોપાલ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here