બુધવારે ઘરેથી ગુમ થયેલા યુવાનની લાશ કાલોલના સમા પાસેની કેનાલમાંથી મળતા ચકચાર…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલની આશિયાના સોસાયટીમાં રહેતો શાકરૂખખાન શબ્બીરખાન પઠાણ ઉ.વ.૨૬ જે અસ્થીર મગજનો હોવાથી બુધવારે બપોરે ૪ કલાકે ધરે થી નિકળેલ જે મોડા સુધી પરત ન આવતા ઘરના લોકો એ શોધ કરી તથા સોસીયલ મીડિયા દ્વારા ફોટો અને મોબાઇલ નં સહિત ની વિગતો મૂકી શોધવા નો પ્રયત્ન કર્યો હતો.
ગુરુવારે નર્મદાની સમા કેનાલ પાસે એક લાશ મળતા તપાસ કરી ખાત્રી કરાવતા આ લાશ કાલોલ ની આશિયાના સોસાયટીમાં થી ગુમ થયેલ યુવાન ની હોવાનું બહાર આવ્યું હતું જેથી કાલોલ પોલીસે લાશ ને રેફરલ હોસ્પિટલમાં લાવી પી.એમ કરાવી શબીરખાંન પઠાણ ની જાહેરાત મુજબ અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here