બાબરા PGVCL કચેરીને નીલકંઠ ડેવલપર્સ દ્વારા સેનિટાઈઝેશન મશીન અર્પણ કરવામાં આવ્યું…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

સેનિટાઈઝેસન મશીન અર્પણ સમયે ગામના આગેવાનો સહીત PGVCL ના કર્મચારીઓ હાજર રહ્યા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી પ્રસરાયેલી છે જેને જોઈ લોકોમાં કોરોના નો ડર છે. ત્યારે આજ રોજ નીલકંઠ ડેવલપર્સ બાબરા દ્વારા બાબરા ની PGVCL ઓફિસને એક સેનિટાઈઝેશન મશીન અર્પણ કરવામાં આવ્યું છે. હાલની કોરોનાની મહામારીના આવા કપરા સમયમાં લોકો સાવચેતીના અનેક પગલાંઓ લઈ રહ્યા છે તેના અનુસંધાને સેનિટાઈઝેશન થવું પણ જરૂરી છે જે આપણે સૌ જાણીએ છીએ. તો આવા માનવ સેવાના હેતુંને ધ્યાનમાં રાખીને સ્વામીનારાયણ નાગર નિલકંઠ ડેવલપર્સ દ્વારા આ મશીન બાબરા PGVCL ઓફિસ માટે આપવામાં આવેલ છે.
આ તકે PGVCL ના ડેપ્યુટી એન્જીનીયર શ્રી ઠેસીયા સાહેબ અને જી.ઈ.બી. સ્ટાફ તથા નીલકંઠ ડેવલપર્સ ના રામભાઈ હુદડ, ગોપાલભાઈ બારૈયા, સલિમભાઈ ગાંગાણી, શોકતભાઈ ગાંગાણી, સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here