બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાએ વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુને ડીટેઈન થયેલ વાહનોને દંડથી મુક્તિ આપવા બાબત રજૂઆત કરી…

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે આવા સમયમાં ભારતમાં પણ કોરોનાના વધતા સંક્રમણને રોકવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, આ લોકડાઉનના કારણે રોજ મજુરી કામ કરતા અને માધ્યમવર્ગીય પરિવારો નિરાધાર બની ગયા છે , જ્યારે તેઓને લોકડાઉનમાંથી થોડી ઘણી રાહત મળે છે ત્યારે તેઓ પોત પોતાના વાહન લઇ બજારમાં જતા હોય છે અને ઘર વખરીના સામાનની ખરીદી કરતા હોય છે. જ્યારે અમુક લોકો તો લોકડાઉનનાં નિયમોનો ભંગ કરી વાહનો લઇ નીકળી પડતા હોય છે એવા સમયે લોકડાઉનનું અમલ કરાવવા પોલીસ એ વાહનોને ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમા જમા થયેલ વાહનોને લઈને બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાએ વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુને વાહનોને દંડથી મુક્તિ આપવા બાબત રજૂઆત કરી હતી…અને પોતાની રાજુઆતમા જણાવ્યું હતું કે…..

સમગ્ર દેશમા લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લામાં વાહનો ડીટેઈન કરવામાં આવી રહ્યા છે એ તો બરાબર છે. કારણ કે અત્યારે કાયદાનું પાલન કરવું જરૂરી છે પણ આપશ્રી સાહેબને મારી વિનંતી છે કે જ્યા સુધી લોકડાઉન છે, ત્યાં સુધી વાહનો ડીટેઇન કરી પૂરી દે ભલે,પણ જ્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત લોકડાઉન પૂર્ણ થઈ ગયા પછી આ વાહનોના આર્થિક દંડ ના થાય અને આમાં વધુંમા વધુ ગરીબ મધ્યમ વર્ગના લોકોના વાહનો હોય જેથી કરીને આવા લોકોની પાસે એ સમયે પૈસા પણ નહોય એવું પણ બને કારણ કે અત્યારે કોઈ મજૂરી કે નાના મોટા ધંધા રોજગાર બંધ હોય તો આમાં ક્યાંથી દંડ ભરી શકે..માટે આપશ્રી સાહેબ અને સરકાર આ બાબતમા ગંભીતાપૂર્વક વિચારીને આવતા દિવસોમાં નિર્ણય લેવામાં આવે તેવી આશા રાખુ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here