બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એપીએલ-૧ કાર્ડ ધારકોને ફ્રી અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું

બાબરા,

પ્રતિનિધિ :- હીરેન ચૌહાણ

(સરકાર શ્રી ના આદેશ અનુસાર અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.)

ભારત સહિત સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. ત્યારે ભારત સરકાર દ્રારા સમગ્ર ભારત માં ૨૧ દિવસ માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આ લોક ડાઉન મા મધ્યમ વર્ગ ને કોઈ હાલાકી ના પટે તેનું ધ્યાન રાખી સરકાર દ્રારા અનેક પગલા જનતા ના હિતમાં લેવાય રહ્યા છે. ગુજરાત સરકાર દ્રારા થોડા દિવસ પહેલા બીપીએલ કાર્ડ ધારકો ને ફ્રિ અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજ થી સમગ્ર ગુજરાત માં એપીએલ-૧ કાર્ડ ધારકો ને ફ્રિ અનાજ વિતરણ કરવા ની શરુવાત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત માં કોઈ રેશન કાર્ડ ધારકો અનાજ થી વંચિત ના રહે તેનું ખુબજ ધ્યાન સરકાર શ્રી દ્રારા દેવામાં આવ્યું છે.
આ ભાગ રુપે બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એપીએલ-૧ કાર્ડ ધારકો ને ફ્રિ અનાજ નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજે સવાર થી અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈ અનાજ થી વંચિત ના રહે તે માટે સહું ને ફ્રિ અનાજ લઈ જવા માટે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ના સંચાલક દ્રારા ગ્રામ જનો ને અપીલ કરવા માં આવી રહી છે.
આ વિતરણ દરમિયાન કોઈ કાયદાનું ઉલ્લંઘન ના કરે તે માટે પોલિસ સ્ટાફ પણ હાજર રહે છે. અહી અનાજ લેવા આવતા લોકો ને પ્રથમ સેનેટ્રાઈજ થી હાથ ધોવરાવવા મા આવે છે ત્યાર બાદ તેમને અનાજ વિતરણ કરવા માં આવી રહ્યું છે. સાથે લોકો ને એક મિટર નું અંતર રાખી લાઈ કરવામાં આવે છે. આ વિતરણ માટે કાર્ડ ધારકો ને આધાર કાર્ડ સાથે લાવવું ફરજીયાત છે. સરકાર શ્રી ના આદેશ અનુસાર કોઈ પણ અનાજ થી વંચિત ના રહે તે માટે વારંવાર ગામજનો ને અનાજ લઈ જવા અપીલ કરવામાં આવી રહ્યી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here