બાબરા શહેરમાં પ્રાંત સાહેબના હુકમથી બજારો બંધ રહેતા સેનિટાઈઝની કામગીરી હાથ ધરાઈ…

બાબરા,(અમરેલી)
પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

બાબરા શહેરમાં લાઠી પ્રાંત સાહેબના હુકમનામાની શરતો મુજબ તમામ દુકાનો બંધ રાખવામાં આવી અને દુકાનો બંધ હોવાથી સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી..

હાલ ત્રીજા ચરણના લોકડાઉન દરમ્યાન અમરેલી જીલ્લામાં એક પણ કોરોના પોઝિટીવ કેસ ના હોવાથી જીલ્લા પ્રસાસન દ્વારા ધંધા રોજગારમાં છૂટ આપવામાં આવેલ છે. તમામ ધંધા રોજગાર સવારના ૭ કલાકથી સાંજના ૪ કલાક સુધી ખુલ્લા રહે છે. અને બાબરા શહેરમાં રવિવારે દુકાનો બંધ રાખવામાં આવે છે. આ દરમ્યાન આજરોજ બાબરામાં લાઠી પ્રાંત સાહેબના હુકમનામાની શરતો મુજબ બાબરાની તમામ નાની-મોટી દુકાનોના વેપારીભાઈઓએ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખ્યા હતા. આ બજારો બંધ હોવાથી બાબરા નગરપાલિકા અને બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાબરા શહેરમાં આવેલ ઊભી આડી બજારો, શીવાજીચોક, પાટીદાર શાકમાર્કિટ તેમજ અન્ય જગ્યાઓ પર સેનિટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમયે બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી મુન્નાભાઈ મલકાણ, પાલિકાના એસ.આઈ. શ્રી નિમાવતભાઈ, શ્રી વિપુલભાઈ રાઠોડ, નિતીનભાઈ સિધ્ધપુરા સાથે રહી તમામ સ્થોળો પર સેનિટાઈઝનો છંટકાવ કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here