બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ,સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા માફ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી….

બાબરા,

પ્રતિનિધિ :-હિરેન ચૌહાણ

બાબરા લાઠીના લોક લાડીલા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારીમાં ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા વ્યાજ માફ કરવા બાબત ફરીથી એક વખત મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરી જણાવ્યું હ્જાતું કે…..

હાલ સંપૂર્ણ ભારત દેશ કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન થયેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ વધવાથી લોકડાઉનની મુદત પણ વધારવા આવેલ છે જે બરાબર પણ છે. પરંતુ લોકડાઉનથી ગુજરાતની જનતા બેરોજગાર બની છે ધંધા – વ્યવસાય ઠપ્પ થયા છે જેના કારણે લોકોને પોતાના પરીવારનું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ બની ગયું છે. જીડીપીના દર નીચા ગયા છે સમગ્ર દેશ અને રાજય આર્થિક મંદીમાં સપડાયા છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોની મદદે આવવું સરકારની પણ ફરજ બને છે તેથી આ કોરોના મહામારી સામેની લડતમાં લોકોને મદદરૂપ થઈ મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી માફ કરવી જોઇએ તેમજ ઉદ્યોગપતિઓના ધોરણે ખેડુતોના મધ્ય મુદતે વ્યાજ અને દેવા માફ થવા અને દેવા નાબુદી માટે યોજના લાવવી જોઇએ. આ રાજય અને લોકોના પ્રતિનિધિ તરીકે કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારી સામે લડત લડતા ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા માફ કરવા મારી આ પત્રથી આપને માંગણી સહ રજુઆત છે તો આ બાબતે આપની કક્ષાએથી યોગ્ય નિર્ણય લઈ ગુજરાતની જનતાને આર્થિક ભીંસમાંથી રાહત આપવા મારી રજુઆતને ધ્યાને લેશો તેવી આશા સહ….
મારો આ પત્ર આપને ઇ-મેઇલ મારફત તેમજ જિલ્લા સમારહર્તા મારફત તેમજ મારા પક્ષના માન.પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાને મોકલી રહ્યો છું. તો બાબતે યોગ્ય નિર્ણય કરવા મારી રજુઆત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here